________________
૨૨૪]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સહિત ચાર મુખવાળું સમવસરણ કરી આઠ મહા પ્રતિહાર્ય વડે શેભતા” સાક્ષાત્ જિનેશ્વર ભગવંતનું રૂપ કરી ત્યાં રહ્યો. ત્યાં પણ સુલસા વિના ઘણા લેકે તેના વંદનને માટે ગયા અને તેઓને ધર્મોપદેશ સંભળાવ્યું. હવે આ અવસરે પણ આ સુલસાને નહિ આવેલી જાણી અબડે તેને ચલિત કરવા તેના ઘરમાં એક પુરૂષને મેક. તે પુરૂષ પણ ત્યાં જઈ તેણીને કહે છે-હેસુલશે ! તને અતિપ્રિય એવા શ્રીમાન અરિહંત તીર્થકર ભગવંત વનમાં પધાર્યા છે, તેને નમસ્કાર કરવા તું કેમ જતી નથી ? ત્યારે તેણીએ કહ્યું, કે--મહાભાગ ! આ પૃથ્વીતલ ઉપર હમણા શ્રી મહાવીર ભગવંતને છેડી, બીજા કોઈ તીર્થકર નથી. શ્રી વીર ભગવંતને બીજા જ દેશમાં વિહાર સાંભળવાથી હમણાં અહીં આવવાને સંભવ ક્યાંથી હોય ? આ સાંભળી તેણે ફરી કહ્યું, કે-“હે ભેળી ! આ પચ્ચીસમા તીર્થકર હમણા ઉત્પન્ન થયા છે. આ કારણથી તું પિતે ત્યાં જઈ કેમ વંદન કરતી નથી? તેણીએ કહ્યું, કે-“હે ભદ્ર! ભરતક્ષેત્રમાં પચ્ચીસમા તીર્થકર ક્યારે પણ સંભવતા નથી. તે કારણથી કેઈપણ આ માયાવી પુરૂષ આવા કપટના પ્રકારથી લેકેને ઠગે છે. તે વખતે ફરી તેણે કહ્યું કે ભદ્ર! જે તમે કહ્યું, તે સત્ય છે. પરંતુ આ પ્રમાણે કરવામાં અહી શાસનની પ્રભાવના થતી હોય તે અહીં કયે દેષ? તેણીએ કહ્યું, કે
આવી વાત કહેવાથી તું ભેળે દેખાય છે. પણ જ્ઞાન દષ્ટિથી તું વિચાર કર. અશુભ વ્યવહારથી કંઈ શાસનની ઉન્નતિ થાય? પરંતુ ઉલટું લોકમાં હાંસી થવાથી નિંદા