________________
૨૨૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ શાસનમાં અનુરક્ત છે, તે પુરૂષ સકલ રાગ અને દ્વેષરૂપી શત્રુઓને જીતનાર, સર્વ ભવ્ય જીના ઉપકારમાં તત્પર, સર્વજ્ઞ અને બધા અતિશયોથી યુક્ત પિતાના તેજથી સૂર્યને પણ જીતનાર, દેવાધિદેવ એવા શ્રી મહાવીર સ્વામીને છેડી, બીજા જેઓ રાગ દ્વેષ અને અજ્ઞાનથી પરાભવ પામેલા એથી જ હંમેશા સ્ત્રી સેવામાં આસક્ત શત્રુને વધ, બંધન આદિ ક્રિયામાં તત્પર, આત્મધર્મને નહિ જાણનાર, આગિયા જીવડા જેવા બ્રહ્મા વિગેરે દેવે છે તેઓને જેવા કેણ ઉત્સાહ કરે ? જેમ કેઈ પુરૂષે પરમઆનંદ જનક અમૃતનું પાન કર્યું છે તેને લવણ સમુદ્રના પાણીની ઈચ્છા કેવી રીતે થાય? વળી જેણે અનેક પ્રકારના મણ-રતન વિગેરેને વ્યાપાર કર્યો છે તે પુરૂષ કાચના કકડાને વ્યાપાર કરવાને કેવી રીતે ઇચ્છા કરે ? એથી તું જિનેશ્વર ભગવંતે કહેલા ભાવે જાણતા છતાં, શ્રી વીર પરમાત્માના ઉપદેશેલા ધર્મમાં આસક્ત એવા તમે મને આમ કેમ પૂછે છે?
હવે અંબડ શ્રાવક જિનધર્મમાં અતિ દઢતાવાળી સુલસી શ્રાવિકાના વચન સાંભળી તેની અતિ પ્રશંસા કરી પિતે જ કરેલા બ્રહ્મા વગેરે રૂપને વિસ્તાર તેની સમક્ષ નિવેદન કરી મિચ્છામિ દુક્કડં આપી ઈષ્ટ સ્થાને ગયા.
તે અંબડ શ્રાવકને શીવર પરમાત્મા પાસેથી બાર વ્રતને ગ્રહણ કરેલા સાત શિષ્ય હતા. તેઓ એક વખત કંપિલ નગરથી પુરિમતાલ નગરમાં જતા. તૃષાથી વ્યાકુળ થયેલા માર્ગમાં ગંગા મહાનદીના કિનારે ગયા. ત્યાં પાણી આપનાર અન્ય કોઈ માણસને નહિ જોતા અને પિતે ત્રીજા