________________
શ્રા
સુલસા શ્રાવિકાની કથા ૧૦૪
[ ૨૧૭ કરો તે વખતે નાગસારથી કહે છે-“હે પ્રાણપ્રિયે ! આ જન્મમાં તું જ મારી પ્રિયા છે, તેને છોડી બીજી કઈ સ્ત્રીને હું મનથી પણ ઈચ્છતું નથી, તારી કુક્ષીથી ઉત્પન્ન થયેલા પુત્રરત્નને હું ઈચ્છું છું, તેથી હે પ્રિયે ! કોઈદેવની આરાધના કરી પુત્રની માંગણી કરી સુલસાએ કહ્યું- હે નાથ ! વાંછિત અર્થની સિદ્ધિ માટે બીજા દેવના સમુદાયને મન-વચન અને કાયાથી જીવિતના નાશના પ્રસંગે આરાધીશ નહિ, પરંતુ સર્વ સિદ્ધિને આપનાર શ્રેષ્ઠ અરિહંતની આરાધના કરીશ, વળી આયંબિલ વગેરે તપશ્ચર્યા સહિત ધર્મ કાર્યો વિશેષે કરીને કરીશ. આ પ્રમાણે પ્રિય વચનેથી સ્વામીને સંતેષ કરીને તે સતી સ્ત્રી ત્રણ વખત જિનેશ્વર ભગવંતને પૂજે છે અને બીજા ધર્મ કાર્યો પણ વિશેષ કરીને કરે છે. આ પ્રમાણે કરતાં કેટલેક સામય ગયા પછી ઈન્દ્રની સભામાં સુલતાના ધર્મ કાર્યોની પ્રશંસા થઈ. “આ સુલસા કદી પણ નિગ્રંથ ભગવંતના પ્રવચનથી ચલિત થાય તેમ નથી તે વખતે એક દેવે તેની પરીક્ષા કરવા પૃથ્વી ઉપર આવી સાધુ વેષ ધારણ કરી સુલતાના ઘરમાં પ્રવેશ કર્યો. તે પિતાના ઘરમાં આવેલા મુનિને જોઈ અરિહંત ભગવંતની પૂજા કરતી પણ ઉઠીને ભક્તિથી મુનિના ચરણકમળમાં નમસ્કાર કરી પિતાને ઘેર આવવાનું કારણ પૂછ્યું. મુનિ ભગવંતે કહ્યું, કે-ગ્લાન સાધુને રેગ દૂર કરવા માટે લક્ષપાક તેલનું પ્રજન છે, તેને માટે હું અહિં આવ્યું છું. તે સાંભળી અતિ સંતુષ્ટ હૃદયવાળી એરડામાં પ્રવેશ કરી લક્ષપાક મહા