________________
દમસા મુનિની કથા : ૧૦૨
[ ૨૦૭ વીર પરમાત્મા પાસે સંયમ ગ્રહણ કર્યું. માતા-પિતા પરિવાર સહિત પિતાના સ્થાને ગયા.
ત્યાર પછી દમસાર મુનિએ બે-ત્રણ-ચાર વગેરે ઉપવાસથી વિવિધ પ્રકારના તપની આરાધના કરતા એક વખત વીર ભગવંત પાસે આવી આ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યો—હે ભગવન ! હું જીવન પર્યત મહિના-મહિનાના ઉપવાસ સ્વીકાર કરી સંયમ માર્ગમાં વિચરીશ.” ભગવંતે કહ્યું –હિ દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરે.” ત્યાર પછી તે મુનિ ઘણા મહિનાના ઉપવાસની તપશ્ચર્યા કરવા વડે શરીરનું શોષણ કરી તેઓ નાડી અને હાડકાં માત્રના દેહવાળા થયા. એક વખત વીર ભગવંત વિહાર કરતાં કમે ચંપાનગરીમાં પધાર્યા છે. દમસાર મુનિ પણ ત્યાં આવ્યા. એક વખત માસ ક્ષમણના પારણને દિવસે પહેલી પિરસીમાં સ્વાધ્યાય કરી, બીજી પિરસીમાં ધમ ધ્યાન ધરતાં, તેમના મનમાં વિચાર ઉત્પન્ન થયે-“આજે હું ભગવંતને પૂછું, શું હું ભવ્ય છું કે અભવ્ય? ચરમ શરીરી છું કે અચરમ શરીરી? મને કેવળજ્ઞાન થશે કે નહિ?” આ પ્રમાણે વિચાર કરી તે મુનિ જ્યાં વીર ભગવંત હતા ત્યાં આવી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી સેવા કરવા લાગ્યા. તે વખતે શ્રમણ ભગવંત મહાવીરે દમસારને આ પ્રમાણે કહ્યું “હે દમસાર ! આજે ધ્યાન ધરતાં તમારા હૃદયમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો? કે-હું સ્વામિને પૂછું કે હું ભવ્ય છું કે અભવ્ય વગેરે,