________________
૨૧૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ગયા. રાજા પણ રાજ્યને છેડી નાસી ગયા અને સ નગર શૂન્ય થયું. તે વખતે નગરના લેાકાનું પડવુ, રોકાવું, નાસી જવું ઈત્યાદિ ક્રિયાએથી ઉત્પન્ન થયેલા જુદા જુદા દુઃખાથી દુ:ખી થયેલા નગરના લેાકેાને જોઇ કેપ રહિત બની સાધુએ વિચાર કર્યાં. અરે મેં શા માટે આ કર્યું કારણ વિના જ આ સ લેાકેાને મેં દુઃખી કર્યાં, પરંતુ સજ્ઞ ભગવંતનું વચન કેવી રીતે અન્યથા થાય ? તેથી ભગવતે પહેલા જે કહ્યું હતું તે જ થયું. મેં ફુગટ જ ક્રોધ કરી કેવળજ્ઞાન ગુમાવ્યું. ત્યાર પછી આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતાં અતિ કરૂણારસથી ભરેલા તે સાધુએ સ લોકોને સ્થિર કરવા માટે ‘સમુડ્ડાન’ શ્રુત ગણવાના પ્રારંભ કર્યાં, તેની અંદર ઘણા જ આનંદ જનક સૂત્રા છે, જેના પ્રભાવથી ઉજ્જડ થયેલા ગામ વગેરે પણ તરત જ સુવસિત થાય છે. હવે જેમ જેમ સૂત્રો ગણવા લાગ્યા તેમ તેમ પ્રસન્ન થયેલા સર્વ લેાકેા નગરની અંદર આવ્યા, રાજા પણ હ સહિત પોતાના સ્થાને આવ્યો. બધે ભયની વાર્તા પણ દૂર થઈ, સર્વ લેાકેા સ્વસ્થ થયા. ત્યાર પછી તપથી શોષિત શરીરવાળા પરમ ઉપશમ રસમાં મગ્મ ક્રમસાર ઋષિ ત્યાંથી આ ુાર ગ્રડુણ કર્યો વિના પાછા વળી વિનય સહિત ભગવત પાસે આવ્યા. તે વખતે ભગવંતે કહ્યું,- હું ક્રમસાર ! આજે ચંપાનગરીમાં ભિક્ષા માટે જતાં તને મિથ્યાદ્રષ્ટિના વચનથી ક્રોધ ઉત્પન્ન થયા વગેરે જણાવી કાપ શાંત થયા પછી અહિં આવ્યા. આ વાત સાચી છે? તેણે કહ્યું-તે પ્રમાણે જ છે' વળી વીર ભગ
›