________________
૧૯૮]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મીંચીને ક્ષણવાર રહો, ક્ષણવારમાં તેનું જ ભાગવત તેની પાસે આવીને ખડું થયું. તેણે આંખે ઉઘાડતા સામું આવેલું પિતાનું ભાગવત જોયું. આશ્ચર્ય પામેલે સર્વ શાસ્ત્રોને પારગામી, તે વિદ્વાન બ્રાહ્મણ વિચાર કરે છે–આ હરિજન મંત્ર સિદ્ધિવાળે છે, તેથી તેની પાસેથી મંત્ર ગ્રહણ કરકરવાની લાલસાવાળે હરિજનને કહે છે તમે મને આ મંત્ર આપ-હરિજને તેને મંત્ર આપવાને સ્વીકાર કર્યો અને તે વિદ્વાનને મંત્રની સાધન-સામગ્રી બતાવીને કહ્યું કેતમારે તે ગ્રહણ કરી રાત્રિમાં સ્મશાનની અંદર આવવું. તે વિદ્વાન ઉપયોગી સર્વ વસ્તુઓ ગ્રહણ કરી સ્મશાનમાં આવ્યો. હરિજન પણ તેની રાહ જોતો રહ્યો છે. ત્યાર પછી તે બન્ને સ્મશાનમાં એકાંત સ્થાનમાં ગયા. હરિ જન તે ભૂમિમાં એક ગોળ કુંડાળું દોરી, તેમાં વિદ્વાન બ્રાહ્મણને બેસાડી, કહે છે કે-“તમારે ભય રહિત થઈ મારા બોલેલા મંત્ર પદો તમારે સારી રીતે બેલવા” એમ કહી હરિજને મંત્ર પ્રયોગ શરૂ કર્યો. સમયાંતર પછી તેને પૂછયું, શું કંઈ પણ દેખાય છે? બ્રાહ્મણ વિદ્વાને કહ્યું, મને કંઈ પણ દેખાતું નથી. આ સાંભળી આમ કેમ થયું? એ પ્રમાણે વિચાર કરતાં તેને મેલી વિદ્યાના અધિષ્ઠાયક દેવને તેનું કારણ પૂછ્યું આસુરી વિદ્યાના દેવે કહ્યું, આ બ્રાહ્મણ અત્યંત પવિત્ર અને શાસ્ત્રમાં પારંગત છે. એની પાસે બ્રહ્મનું તેજ છે તેના તેજથી હું બળું છું તેથી તમે તેનું બ્રાહ્મણપણું દૂર કરો, પહેલા તે જેમાં ચામડા ધવાય છે, તે ચમારના કુંડનું પાણી તેને પીવડાવે જેથી તે