________________
૧૭૪]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ચારિત્ર આરાધી પરમપદને પ્રાપ્ત કરે છે તે જ ધન્ય અને પુણ્યશાળી છે.
આ પ્રમાણે જિનેશ્વર ભગવંતને ઉપદેશ સાંભળી કેટલાકે સમ્યક્ત્વ, કેટલાકે ચારિત્ર, અને કેટલાક દેશવિરતિ ધર્મને સ્વીકાર કર્યો.
આ સમયે દ્રોણ રાજા, માદેવી, જેઓ કુપુત્રના પૂર્વભવના માતા-પિતા હતા તે અને યક્ષિણીને જીવ કમલા અને તેને સ્વામિ મરરાજા જે મહાશુક વિમાનમાં ઉત્પન્ન થયા હતા. તે ચારે જણા ત્યાંથી ચ્યવને ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધર થયા. તેઓ ચારે જણાએ પણ ભોગો ભેગવી ચારણ મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તેઓ ત્યાં આવી જિનેશ્વર ભગવંતને વંદન કરી બેઠા. તે વખતે તે ચકવર્તી તે ચારણ મુનિઓને જોઈ તે ધર્મચક્રવત એવા તીર્થકર ભગવંતને પૂછે છે- હે ભગવંત ! આ ચારણ મુનિ કોણ છે? કયાંથી આવેલા છે ? જિનેશ્વર ભગવંત કહે છે-હે રાજન ! તમે સાંભળે. આ ચારણ મુનિઓ અમને નમસ્કાર કરવા માટે ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપરથી આવ્યા છે. તે સાંભળી ચક્રવતીએ પૂછયું, હે ભગવંત ! બૈતાઢય પર્વત અને ભરત ક્ષેત્રમાં હાલમાં શું કોઈ પણ ચક્રવતી કે કેવળી ભગવંત છે? જિનેશ્વર ભગવંત કહે છે કે-હે રાજન્ ! હાલમાં ભરતક્ષેત્રમાં ચકવતી કે જ્ઞાની કેઈ નથી. પરંતુ ગૃહવાસમાં રહેલા કૂર્મા પુત્ર કેવળી છે. ચકવતી ફરીવાર પૂછે છે- હે ભગવંત! કેવળી