________________
શ્રી મરૂદેવા માતાની કથા : ૯૮
[ ૧૮૯ આપી ભરતે પણ આવીને મરૂદેવા માતાને શ્રી ઋષભદેવ પ્રભુનું સ્વરૂપ કહ્યું, તમે મને હંમેશા ઉપાલંભ આપે છો.–“જે મારો પુત્ર ઠંડી, તાપ વગેરે પીડાને અનુભવ કરે છે અને એકલે વનમાં વિચરે છે.” તે આજે તમે મારી સાથે આવે. તમારા પુત્રની મહાકધ્ધિ દેખાડું. આ વચન સાંભળી પુત્રને જોવા ઉત્કંઠાવાળી દાદીમાને હાથી ઉપર બેસાડીને તે સમાવસરણમાં ગયા. ત્યાં દુંદુભીને અવાજ સાંભળીને મરૂદેવા માતા ઘણા હર્ષવાળા થયા અને ત્યાં દેવદેવીઓના જય જ્ય શબ્દો સાંભળી તેણીને હર્ષના આંસુ નીકળવા લાગ્યા તેનાથી આંખને રેગ નાશ પામે. અને તેથી ત્રણ ગઢ, અશોકવૃક્ષ, છત્ર, ચામર વિગેરે પુત્રની સર્વ ઋદ્ધિ દેખી અનુપમ આઠ પ્રતિહાર્ય વગેરે મહાદ્ધિ જોઈ મનમાં મરૂદેવીમાતા આ પ્રમાણે વિચાર કરે છે. આ સંસારને ધિક્કાર છે. મેહને ધિક્કાર પડે. હું એ પ્રમાણે જાણતી હતી કે મારે પુત્ર એક વનમાં ભૂપે અને તરસ્ય ભમતે હશે. પરંતુ આવા પ્રકારની દ્ધિ પામ્યા છતાં પણ મને કદી સંદેશ ન મોકલ્યું અને તે હંમેશા પુત્રના મેહથી અતિદુઃખી થઈ તેથી આ કૃત્રીમ એક પાક્ષિક સ્નેહને ધિક્કારે પડે. કેનો પુત્ર કોની માતા? સર્વ પણ લેક પિતાને સ્વાર્થ સાધવામાં રસિક હોય છે. કોઈપણ કઈને સ્વાર્થ વિના પણ પ્રિય થતું નથી. આ પ્રમાણે વિચાર કરતી ભવાવિશુદ્ધિથી ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતમુહરત કાળમાં આયુષ્ય પૂર્ણ કરી તે મોક્ષમાં અવ્યાબાધ