________________
૧૯૪]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પ્રતિબંધ કરવા માટે અવશ્ય આવવું.” તેણી પિતાના સ્વામિના વચનને સ્વીકાર કરી ભૂમિ ઉપર વિહાર કરવા લાગી. લાંબો કાળ ચારિત્ર પાળી તેણી દેવરૂપે ઉત્પન્ન થઈ. અવધિજ્ઞાનથી પૂર્વભવના સ્વામિને જોઈ પ્રતિબંધ કરવા માટે તે દેવ ત્યાં આવ્યું. ઘણે ઉપદેશ આપવા છતાં પણ તેતલિપુત્ર મંત્રી પ્રતિબધ પામતું નથી તેથી દેવે વિચાર કર્યો કે આ રાજ્યના મેહથી પ્રતિબોધ પામતું નથી. એથી તે દેવે રાજાના ચિત્તમાં મંત્રી વિષે સંદેહ ઉત્પન્ન કર્યો. જ્યારે રાજસભામાં મંત્રી આવ્યો ત્યારે રાજા મેઢું ફેરવીને રહ્યો અને તેના સામું પણ તે નથી. એથી તે લિ. પુત્રે વિચાર કર્યો “રાજા મારા ઉપર અતિશય રોષવાલે બન્યો છે. કેઈ દુષ્ટ પુરૂષે કંઈ પણ મારું છિદ્ર કહ્યું હોય તેમ લાગે છે, એથી હું જાણતા નથી કે આ રાજા શું કરશે? અથવા કયા મરણથી મને મારશે? આના કરતા તે આપઘાત કરીને મરવું સારું છે. આ પ્રમાણે વિચાર કરી તેણે કંઠમાં ફસે નાખ્યો, દેવના પ્રભાવથી તે ફસો તૂટી ગયો, ફરીથી ઝેર ખાધું તે પણ અમૃતરૂપે પરિણમ્યું, વળી ખડગથી મસ્તક કાપવા તૈયાર થયે, તે વખતે પણ દેવે ખડગની ધારાને બાંધી દીધી, વળી અગ્નિમાં પ્રવેશ કર્યો તે અગ્નિ પણ પાણી રૂપે પરિણામ પામ્યો. આ પ્રમાણે મંત્રીના સર્વ મરણના પ્રયાસે દેવે નિષ્ફળ કર્યા. ત્યાર પછી પ્રગટ થઈને પિફ્રિલા દેવે કહ્યું, “આ સર્વ મેં કર્યું છે તમે આપઘાત શા માટે કરે છે? તમે ચારિત્ર ગ્રહણ કરે. તે સાંભળીને તેતલિપુત્રે ચારિત્ર ગ્રહણ કર્યું. રાજા