________________
૧૭૮ )
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
મંત્રી વગેરે દુઃખી થયા છે. એથી રાજાએ પરકાય પ્રવેશ વિદ્યાની પરીક્ષા કરવા માટે પોતાનુ દેઢુના રક્ષણ કરવા માટે નગરની બહાર તે બ્રાહ્મણને મૂકી પટ્ટહાથીના દેહમાં પ્રવેશ કર્યો અને હાથી જીવતા થયા. મંત્રી વગેરે હ પામ્યા. ત્યાર પછી તુચ્છ સ્વભાવવાળા બ્રાહ્મણે વિક્રમ રાજાના શરીરમાં પ્રવેશ કરી, રાજ્ય ગ્રહણ કરવા નગરમાં આવ્યા. તેથી સ લેાકા રાજાને આવેલા જાણી અને હાથી જીવતા થયા જાણી પ્રસન્ન થયા. મત્રી વગેરે સર્વે તે રાજાની સેવા કરે છે. પરંતુ તે રાજા વાત-ચિત કરવા માટે જાણતા જ નથી. તેથી બધા લેાકાએ કહ્યું કે—રાજા ગાંડા થયા છે. તેથી પટ્ટરાણી પણ અસંબંધ-અયુક્ત ખેલવાથી રાજાનું બહુમાન કરતી નથી. અહિંયા હાથી રૂપે રાજા નગરની બહાર નીકળી, બ્રાહ્મણનુ શરીર શિયાળ વડે ખવાયેલુ જાણી વનમાં ગયા. વનમાં એક પેપટને મરેલા જાણી તેના શરીરમાં પ્રવેશ કર્યાં. તે પોપટે પારધીના હાથમાં બેસીને કહ્યું કે મને વિક્રમ રાજાની પટ્ટરાણીને તું આપજે જેથી તેની પાસેથી ઘણુ' ધન પામીશ. તેથી તે પારધીએ વિક્રમ રાજાની પટ્ટરાણીને પોપટ આપ્યું. તેણીએ તેને ઘણુ ધન આપ્યું. પટ્ટરાણી તે પોપટને રમાડતી જીવિત કરતા પણ અધિક તેને માને છે. વિવિધ પ્રકારની વાર્તાઓ વડે કાળ પસાર કરે છે. એક વખત પોપટે કહ્યું કે—જો કોઈ વખત મારા પ્રાણ ચાલ્યા જાય તે તું શું કરે ? પટ્ટરાણીએ કહ્યું તારા મૃત્યુમાં મારૂં અવશ્ય મરણ જ થાય. તેથી એક વખત ભીંત ઉપર