________________
૧૮૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તે દેહની ચિકિત્સા કરતા નથી. તેથી આ ધન્ય છે. આ પ્રમાણે ઈન્દ્રના વચન સાંભળીને શ્રદ્ધા નહી કરતા તે જ બને દેવે વૈદ્યોનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યા. સનસ્કુમાર મુનિ પાસે જઈ કહે છે. હે મુનિ ! તમારું શરીર રોગથી જર્જરિત અતિ પીડા પામતું દેખાય છે. અમે વૈધે છીએ તમારી આજ્ઞા હોય તે તમારા રોગને પ્રતિકાર-ઉપાય અમે કરીએ. મુનિ ભગવંતે કહ્યું કે-અનિત્ય શરીરને શું પ્રતિકાર? દેહના રોગને દૂર કરવાની તમારી શક્તિ છે. પરંતુ કમરગને દૂર કરવાની શકિત નથી. દેહના રોગો - દૂર કરવાની શકિત મારી પાસે પણ છે. આ પ્રમાણે કહી આંગળી ઘૂંકવાળી કરી બતાવી તે તે સુવર્ણમય અને રોગ રહિત થઈ. આવા પ્રકારની શકિત તે મારી પાસે પણ છે. પરંતુ આનાથી આત્માની સિદ્ધિ કઈ ! જ્યાં સુધી કમરને ક્ષય ન થાય ત્યાં સુધી શરીરના રોગોના ક્ષય વડે શું? એથી મારે દેહના રંગના પ્રતિકારનું કાંઈ પણ પ્રજન નથી. આ પ્રમાણે સાંભળી વિસ્મય પામેલા દેવતાઓ મુનિને નમસ્કાર કરી પિતાનું સ્વરૂપે પ્રગટ કરી સ્વર્ગમાં ગયા. આ પ્રમાણે સનકુમાર ચકવતી મહર્ષિ પણ સાત-૭૦૦ વર્ષ સુધી સાત મહારોગની પીડા અનુ. ભવી સમભાવથી એક લાખ વર્ષ સુધી નિરતિચાર ચારિત્ર પાળી શ્રીસમેતશિખર તીર્થમાં ગયા ત્યાં શિલા ઉપર અનશન કરી એક મહિનાના ઉપવાસ કરી સમાધિ પૂર્વક મરણ પામી એકાવતારી ત્રીજા સ્વર્ગમાં દેવ પણે ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે.