________________
૧૭૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
પણથી જ વિષયાથી વિરક્ત ચિત્તવાળા થયા. કહ્યું છે કેહરિહર બ્રહ્મા વગરે સવ' દેવતાઓ વિષયેાથી વશ કરાએલા છે પરંતુ કૂર્માંપુત્રને ધન્ય છે કે જેણે વિષયાને પણ વશ કર્યા છે, કારણ કે તેણે પૂર્વભવમાં ઘણા લાંબા કાળ સુધી ચારિત્ર પાળ્યું. તેથી ચુવાન અવસ્થામાં પણ તે વિષયોથી વિરક્ત ચિત્તવાળા થયા. એક વખત મુનીશ્વર વડે ભણાતા આગમને સાંભળતા કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે જાતિ સ્મરણથી સંસારની અસારતાને જાણતા ભાવની વિશુધ્ધિ વડે ક્ષેપકશ્રેણિને પ્રાપ્ત કરી શુકલધ્યાનરૂપી અગ્નિથી ચારઘાતી કર્મરૂપી ઈંધણના સમુહને ખાળતા તેને અનત શ્રેષ્ઠ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જો હુ ચારિત્રને ગ્રહણ કરૂ તા નક્કી પુત્રના વિયેાગથી દુ:ખી થયેલા માતા પિતાનુ મરણ થશે. તેથી કેવળજ્ઞાની ભાવચારિત્રવાળા તે કુમાર પોતાના માતા-પિતાના આગ્રહથી ઘરમાં લાંબા સમય રહે છે. કહ્યું છે કે-કૂર્માંપુત્રના જેવા માતા-પિતાના ભક્ત એવા કયો પુત્ર છે કે જે કેવળી થયા છતાં પણ માતા-પિતાની ભક્તિ માટે લાંબા કાળ સુધી ઘરમાં રહ્યા. તેમજ કૂર્માં પુત્ર સિવાય, બીજો કાણુ એવા ધન્ય છે કે જે પોતાના માતા-પિતાને બેધ કરવા માટે કેવળજ્ઞાની થયા છતાં પણ અજ્ઞાતવૃતિથી ઘરમાં રહ્યા.
અહિંયા જે ગૃહસ્થ એવા કૂર્માંપુત્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેમાં ભાવધર્મીની વિશુધ્ધિ જ જાણવી. ભાવની વિશુધ્ધિથી ભરત ચક્રવતિ આરિસા ભુવનમાં તેમ જ વશના અગ્રે ચઢેલા ઈલાચી પુત્ર, મુનિવરેાને જોતાં અને આષાઢાભૂતિ