________________
કુર્મા પુત્રની કથાઃ ૯૪
[ ૧૭૧ મૌન ધારણ કરે, વેદ વગેરે જાણે કે દેવ વગેરેનું નિત્ય ધ્યાન ધરે તે પણ દયા વિનાનું આ બધું નિષ્ફળ જ જાણવું. ત્યાર પછી રાજાએ જિન શાસનના સૂરિ ભગવંતને બેલાવ્યા. તેઓ અહિંસા ધર્મ સ્વરૂપવાળા જિનેશ્વર ભગવંતના આગમના તત્વસારની પ્રરૂપણા કરે છે તે આ પ્રમાણે-છએ પ્રકારના જીના રક્ષણમાં જ ધર્મ છે, જેથી પાંચ મહાવ્રતોમાં પહેલું પ્રાણાતિપાત વિરમણ નામનુ મહાવ્રત કહેલું છે. સર્વ જિનેશ્વર ભગવંતેએ એક જ વ્રત બતાવ્યું છે, તે પ્રાણાતિપાત વિરમણ નામનું મહાવત છે. એટલે કે ઈપણ જીવની હિંસા કરવી નહિ. અને બાકીના બીજા બધા મહાવતે પહેલા મહાવ્રતના રક્ષણ માટે છે. આ પ્રમાણે મુનિ ભગવંતના અહિંસા ધર્મના વચન સાંભળી મહારાણીનું ચિત્ત પરમ ઉલ્લાસને પામ્યું. દિવસે પરિપૂર્ણ થયે છતે પૂર્ણ દેહદવાળી કુર્મા દેવીએ સારા દિવસે શુભ લગ્ન પુત્રરત્નને જન્મ આપ્યું. માતા પિતાએ જિનેશ્વર ભગવંતના આગમ સાંભળવાના દોહદના અનુસાર તે પુત્રનું નામ “ધર્મદેવ રાખ્યું. પણ બોલાવવા માટે બીજું નામ કુર્મા પુત્ર રાખ્યું. કમે કરી વૃદ્ધિ પામતે તે જાતે જ પોતાની સૂક્ષ્મ બુધિથી બોતેર કળા ભણે છે. અધ્યાપક તે ફક્ત સાક્ષી માત્ર થ. પરંતુ તે પૂર્વભવમાં બાળકોને બાંધવા, ઉછાલવા ઈત્યાદિ કમના દોષથી તે બે હાથ પ્રમાણવાળ વામન થયે, અનુપમ રૂપના ગુણથી યુવાન સ્ત્રીઓના ચિત્તને મેહ પમાડતો સૌભાગ્ય આદિ ગુણોથી ભૂષિત કેમે કરી તે યુવાવસ્થાને પામે. છતાં તત્વને જાણનાર હોવાથી તે કુપુત્ર બાળ