________________
૧૬૮]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પૂછ્યું હે સ્વામીનિ! હે પ્રિયે ! આજે કયા કારણથી મનમાં તું ખેદ કરે છે? જ્યારે તે કંઈ પણ ન બોલી અને મોટા દુઃખના ભારને વહન કરતી તેણીને જ્યારે અતિઆગ્રહપૂર્વક પૂછ્યું ત્યારે તેણીએ સર્વ વૃત્તાંત કહ્યો કે-હે સ્વામિ! મેં અવધિજ્ઞાન વડે તમારું આયુષ્ય ડું જઈ, આયુષ્યનું સ્વરૂપ કેવળી ભગવંતને પૂછયું. કેવળીએ કહ્યું કે-તુટેલું આયુષ્ય સંધાતું નથી. આ સાંભળી હે નાથ ! અત્યંત દુઃખી થયેલી હું તમારે વિરહ કેવી રીતે સહન કરીશ? કુમારે કહ્યું કે હે પ્રિયે ! તમે ખેદ ન કરે. જલના બિંદુની જેમ ચંચલ જીવિતમાં કોણ સ્થિરતાને પામી શકે ? જે તું મારા ઉપર સ્નેહ ધારણ કરે છે. તે હે પ્રાણપ્રિયા ! કેવળી પાસે તું મને મુક. જેથી હું આત્મસાધના કરું તેથી તેણીએ પિતાની શક્તિથી કુમારને કેવળી પાસે મૂક્યો. તે કુમાર કેવળી ભગવંતને વંદન કરી યથાયોગ્ય સ્થાને બેઠે. ત્યાં રહેલા તે કુમારના માતા-પિતા મુનિ પુત્રના સ્નેહથી તે કુમારને જોઈ રેવા લાગ્યા. માતા પિતાને નહિ ઓળખતા કુમારને કેવળી ભગવંતે કહ્યું, કે હે કુમાર ! અહીં બેઠેલા મુનિ એવા તારા માતા-પિતાને તું વંદન કર. તે કુમાર કેવળી ભગવતંતને પૂછે છે- હે ભગવંત! એઓએ ચારિત્ર કેવી રીતે લીધું? કેવળી ભગવંતે પણ પુત્ર વિયેગનું કારણ જણાવ્યું. આ સાંભળી કુમાર મેર જેમ મેઘને જોઈ ચકોર પક્ષી જેમ ચંદ્રને જોઈ આનંદ પામે તેમ તે કુમાર માતા-પિતા એવા તે મુનિને જોઈ હર્ષથી ઉલ્લસિત રોમાંચવાળો અત્યંત આનંદ પામે