________________
13 જિનદાસી શ્રાવિકાની કથા
62
જીવદયા સહિત શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી પશુ દિવ્યજ્ઞાન-અવધિજ્ઞાન થાય છે. અહીં જિનદાસી શ્રાવિકાની સુંદર કથા બાધ માટે કહેવાય છે.
રાહિત નગરમાં રહિત નામના તાપસ ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. પરંતુ એ સ થા યા ધર્મને જાણતા ન હતા. તીવ્ર તપ તપતાં તેને તેોલેશ્યા ઉત્પન્ન થઈ, એક વખત ઝાડ નીચે રહેલા તેના માથા ઉપર, વૃક્ષની શાખા ઉપર બેઠેલી બગલી ચરકી તે વખતે રાષ પામેલા તેણે તેજલેશ્યાથી બગલીને બાળી નાખી. એક વખત તે તાપસ રહિતનગરમાં ભિક્ષા માટે ભમતા જિનદાસને ઘેર ગયા, તે વખતે તેની સ્ત્રી દયાવાળી જિનદાસી જિનેશ્વર ભગવંતની પૂજા કરતી હતી. તેથી લાંબાકાળે ભિક્ષા આપવા માટે જેટલામાં ત્યાં આવી તેટલામાં રોષ પામેલા તે તાપસે તેણીને ખાળવા મુખમાંથી ધૂમાડા કાઢયો. તે વખતે તેજોલેશ્યા મુકતા તેનુ' સ્વરૂપ જ્ઞાનથી જાણીને જિનદાસીએ કહ્યું-ડે ભદ્ર! તાપસ ! હું તે ખગલી નથી. આ સાંભળી વિસ્મય પામી તે કહે છે હું ભદ્રે ! મે અગલીને મારી નાખી તે તુ કેવી રીતે જાણે છે? જિનદાસી શ્રાવિકાએ કહ્યું તું વારાણસી નામે નગરીમાં જા ત્યાં કુણાલ નામે ચાંડાલ મારો શિષ્ય છે તે આનું સ્વરૂપ તને કહેશે. તેથી વિશેષ કરી વિસ્મય પામેલે તે વારાણસીમાં ગયા ત્યાં કુણાલની