________________
જિનદાસી શ્રાવિકાની કથા : ૮૭
[ ૧૪૩ નજરમાં તાપસ જે દેખાય તે વખતે કુણાલે કહ્યું છે ભદ્ર ! જિનદાસી શ્રાવિકા અહિંયા સંશય દૂર કરવા તને મોકલ્યો છે. આ સાંભળી અત્યંત વિસ્મય પામેલે તે તાપસ આ ચાંડાલ પણ આ વાત કેવી રીતે જાણે? એ પ્રમાણે વિચાર કરતાં તેણે કુણાલને પૂછયું હે ભદ્ર! તે જિનદાસી શ્રાવિકા અને તું, મારૂ વર્તન તમે કેવી રીતે જાણો છે ? તે કુણાલે કહ્યું કે ભાવ વિશુધિથી મને તેમજ જિનેન્દ્રની પૂજા કરતાં જીવદયામાં પ્રસકત તેણીને અવધિજ્ઞાન થયેલું છે. તેથી તમારું આ વૃતાંત અમે જાણીએ છીએ. જીવદયા રહિત અજ્ઞાનથી તીવ્ર તપને કરતે આ તેલેશ્યાથી બગલીને બાળવાથી તું નરકમાં જઈશ. આ સાંભળી પશ્ચાતાપ કરતે તે તાપસ પૂછે છે-તે બગલી મરીને કયાં ઉત્પન્ન થઈ? જેથી હું ત્યાં જઈ તેણીની આગળ મારે અપરાધ ખમાવું.' કુણાલે કહ્યું કે-તે બગલી મરીને પ્રમદ વનમાં મેના થઈ અને ત્યાં ગુરૂના વચનથી પ્રતિબોધ પામી. જિનાલયમાં જિનેશ્વર ભગવંતની શ્રેષ્ઠ પુપિ વડે પૂજા કરી તેથી તે પુણ્યના પ્રભાવથી પદ્મપુર નગરમાં ધન શેઠની સ્ત્રી ધનવતી નામે હાલ થઈ છે. તે તાપસ આ સાંભળી ત્યાં જઈ તેના પગમાં પડી કહે છે-હે પુણ્યવતિ ! મારા ઉપર કૃપા કરી મારા અપરાધને ક્ષમા કરો. તેણીએ કહ્યું “તમારી સાથે મારે ક્યાં અપરાધ થયે? તાપસ કહે છે-મેં બગલાના ભવમાં તેને બાળી નાખી હતી. તેણીએ કહ્યું તે કેવી રીતે જાણ્યું ? તાપસે કહ્યું જિનદાસી શ્રાવિકા અને કુણાલ ચાંડાલના મુખમાંથી આ