________________
કપદિ શ્રાવકની કથા : ૮૬
| [ ૧૪૧ રાજાને આમંત્રણ આપ્યું. એક પ્રહર થયે છતે રાજા એ દૂતના મુખથી ભેજનની તૈયારી તેને ઘેર જઈ નહિં “અહો ! એણે મારી સાથે મશ્કરી માંડી એ પ્રમાણે રાજા વિચારમાં છે ત્યાં રાજાને શેઠ બોલાવવા માટે આવ્યા. પરિવાર સહિત રાજા તેને ઘેર ભેજન માટે આવ્યું. તે વખતે દેવી કામધેનુ ત્યાં રહેલી છે. બત્રીશમાં ઘડામાં સર્વ પ્રકારની ભજન સામગ્રી તૈયાર થઈ. અમૃત સરખા ભજનના આસ્વાદથી અત્યંત પ્રસન્ન થયેલા રાજાએ પૂછયું “આવી રઈ કયાંથી આવી તે શેઠે કહ્યું કે શ્રી આદીશ્વર જિનેશ્વરના ધ્યાનના પ્રભાવથી અને મારા ગુરૂ શ્રીહેમચંદ્રસૂરી મહારાજની કૃપાનું આ સર્વ ફળ જાણવું. તેથી કુમારપાળ રાજા ગુરૂ ભગવંતના મહાપ્રભાવને અનુમોદન કરતા પિતાના સ્થાનમાં ગયા. તે કપર્દિ શ્રાવક ગુરૂકૃપાથી સુખી થયેલે હંમેશા યુગાદિદેવશ્રી આદીનાથ ભગનાનની આરાધનામાં તત્પર અને ગુરૂદેવની સેવા કરવામાં સાવધાન બની સાત ક્ષેત્રમાં ધન વાપરતે સાધમિકની ભક્તિ કરતા, દીન અને અનાથ લેકેના ઉદ્ધાર કરતે પિતાને જન્મ સફળ કરી સ્વર્ગસુખને પામે.
ઉપદેશ :- શ્રી યુગાદીદેવના ધ્યાનના પ્રભાવથી સુખી થયેલા ગુરૂભક્ત કદિ શ્રાવકનું સુંદર દૃષ્ટાંત સાંભળી તમે પણ તે પ્રમાણે આરાધના કરનારા થાઓ.
કપદિ શ્રાવકની ૮૬ મી કથા સમાપ્ત.
–પ્રબંધ પંચશતીમાંથી