________________
કપર્દિ શ્રાવકની કથા
e
દેવગુરૂની ભક્તિથી શ્રાવકો સુખી થાય છે. અહી શ્રી હેમચ`દ્રાચાય ના અનુરાગી કપર્દિ શ્રાવકનુ દૃષ્ટાંત છે.
(
એક વખત પાટણમાંથી હેમચંદ્રાચાર્યશ્રીને વંદન કરવા કપર્દિ શ્રાવક આવ્યો. આચાર્ય મહારાજે સુખના સમાચાર પૂછ્યા. તેણે કહ્યું હું ભગવત! મારા ઘરમાં દરિદ્રતા જ છે. દયાળુ ગુરૂ ભગવંતે કહ્યું કે ભક્તામર સ્તંત્રનુ દશમુ કાવ્ય નાટ્યદ્દભુત ભુવનભૂષણ ! ભૂતનાથ !' એ છ માસ પ ́ત ગણવું. અને તેની આરાધના વિધિ પણ બતાવી. ગુરૂ ભગવંતે ખતાવેલી વિધિ પ્રમાણે મારાધના કરતા તેને એક વખત રાત્રિમાં શ્વેત વસ્ત્રથી ભૂષિત, સ્રવેશ ધારણ કરી ચકેશ્વરી દેવી તેની ઉપર પ્રસન્ન થઈ. તેણીએ કહ્યુ કે ‘તારે ત્રીશ માર્ટીના ઘડા ઘરમાં સ્થાપન કરવા. કામધેનુ રૂપે હું ત્યાં આવીશ. તારે મને દરરોજ ઢોવી. સર્વાં માટીના ઘડા સેાનાના થશે” તેથી તેણે દરરોજ સવારે ગાય દોહવાથી એકત્રીશ ઘડા ભર્યા. ખત્રીશમાં દિવસે દેવીના પગમાં પડી શેઠ કહે છે કે હે માતા ! તમારી કૃપાથી આ એકત્રીશ ઘડા સુવર્ણ ના થયા, ખત્રીશમે ઘડો તે રીતે કરો કે જેથી હું પરિવાર સહિત રાજાને જમાડુ'. દેવીએ કહ્યું ‘એ પ્રમાણે થાવ’ ત્યાર પછી હુ પામેલા તે શેઠે સવારમાં પરિવાર સહિત કુમારપાળ મહા