________________
આ
જગડુ શાહની કથા
૮૧
અનુકંપાદાનથી ધામિર્પણું શેભે છે. અહિં દુકાળમાં દાન આપનાર જગડુશાહનું દષ્ટાંત છે.
આ ભરતક્ષેત્રમાં ગુજરાત દેશનું ભૂષણ સમાન મહાવિશાલ શ્રી મહાવીર સ્વામીના ચૈત્યથી શેભતું ભદ્રેશ્વર નામનું નગર છે. ત્યાં ભાંડલ નામનો રાજા રાજ્ય કરે છે. અને તે પાટણના મહારાજા વિસલ રાજની સેવા કરે છે. તે નગરમાં સાલગ શેઠને શ્રીદેવી નામની પત્ની છે તથા જગડુ, પદ્મ અને રાજમલ નામના ત્રણ પુત્રો છે. જગડુશાહે સમુદ્રકિનારે દુકાન કરી છે ત્યાં એક વખત જગડુશાહ પાસે વહાણ વડે ચોરી કરનારા કેટલાક પુરૂષે આવ્યા તેઓએ કહ્યું–અમારા હાથમાં મીણથી ભરેલું એક વહાણ આવ્યું છે જે તમને પસંદ પડતું હોય તે ધન આપી ગ્રહણ કરે. જગડુશાહ ત્યાં ગયા મૂલ્ય નક્કી કરી મીણથી ભરેલું વહાણ ખરીદી ગાડાઓ ભરી પિતાને ઘેર ગયો. ત્યાં જગડુશાહના સેવકે જગડુની સ્ત્રી આગળ કહે છે કે જગડુશાહે મીણ ખરીદ્યું છે. તે કયાં ઉતારાય? જગડુશાહની સ્ત્રી કહે છે કે અમારા ઘરમાં મીણ એ પાપબંધનું કારણ ગણાય છે. તેથી અહિં નહિ ઉતારાય. તેથી સેવકેએ મીણની ઈટે ઘરના આંગણામાં લીંબડાના ઝાડ નીચે ઉતારી. આ જાણી જગડુશાહે સ્ત્રી સાથે કલહ કર્યો. તિરસ્કાર કરાયેલી તેણીએ કહ્યું “મણના વેપારમાં ઘણું જ પાપ લાગે છે” આમ પરસ્પર કજીઓ કરી કેપવાળા થયા તેથી જગડુશાહ પિતાની સ્ત્રી સાથે બેલતા નથી. અને સ્ત્રી પણ સ્વામિ
આપી રહણ ૧
વહાણ બાલ ગયા મૂલ્ય