________________
શિવરાજાની કથા : ૮૩
[ ૧૨૯
રાજા વડે બેલાવાયેલી ચાંડાલણ જળના છાંટા નાખતી, રાજાની પાસે આવી સભાની મધ્યમાં પણ જળના છાંટા નાખી જેટલામાં ઉભી રહી તેટલામાં રાજાએ કોધથી તેને મારવાને આદેશ આપે. મરાતી પણ તે ચાંડાલિની સહેજ પણ છેદાઈ નહિ કે ભેદાઈ નહિ. રાજા વિચાર કરે છે કે આ સ્ત્રી વ્યંતરી, કિન્નરી કે કઈ દેવી હેવી જોઈએ, જે માનવી હોય તે મારવામાં આવે તે ક્ષણમાં મરી જાય તેથી આ કિન્નરી અથવા તે દેવી છે. તેમાં કોઈ સંદેહ નથી. ખરેખર મેં દેવીની આશાતના કરી. આ પાપથી અધમ એ હું કેવી રીતે છુટીશ! ચાંડાલિની રાજાનું મન ધર્મના માર્ગમાં આવેલું જોઈ, જલ્દી રાજાની સમક્ષ દેદીપ્યમાન અલંકાર ધારણ કરનારી દેવી રૂપે પ્રગટ થઈ. રાજા પૂછે છે કે તું કેણ છે ? અને અહિંયા શા માટે અને કયાંથી આવી છું ? દેવીએ પિતાના પૂર્વભવનું સ્વરૂપ કહી આપને પ્રતિબંધ કરવા મેં ચાંડાલીનું રૂપ ધારણ કર્યું હતું તે તમે જાણો. રાજાએ કહ્યું હે દેવી! મેં અજ્ઞાનતાથી, શિકાર વગેરે ઘણા પાપકર્મો કર્યા. તેથી ઘણું દુઃખ આપનાર નરકમાં હું જઈશ અને તું સર્વ સુખને આપનાર જીવદયા રૂપી ધર્મ આરાધી સ્વર્ગમાં દિવ્યરુપ વાળી દેવી થઈ. આ પ્રમાણે રાજા પ્રત્યક્ષ ધર્મનું સ્વરૂપ જોઈ જલ્દી સર્વ વ્યસનને ત્યાગ કરી ધમમાં દઢતર થયે. | દેવીએ કહ્યું હે રાજન! જીવદયાનું સારી રીતે પાલન કરે, કારણ કે પરમપદ નજીક હોય અને સર્વ કલ્યાણ