________________
નાગકેતુની કથા
ભાવપૂક કરાયેલે તપ સર્વસુખને આપના થાય છે અહિં કેવળજ્ઞાન પામનાર નાગકેતુનું દષ્ટાંત છે.
ચંદ્રકાન્ત નગરીમાં વિજયસેન નામે રાજા રાજ્ય કરે છે. ત્યાં શ્રીકાંત નામે વણિક વસે છે. તેને શ્રી સખી નામની સ્ત્રી છે, ઘણી માનતાઓથી તેને એક પુત્ર ઉત્પન્ન થયે. પર્યુષણ પર્વ નજીક આવ્યું છતે કુટુંબમાં થયેલી ત્રણ ઉપવાસ સ્વરૂપ અઠ્ઠમતપની વાત સાંભળી તે જાતિસમરણજ્ઞાનથી પૂર્વભવનું સ્મરણ કરે છે. તેથી સ્તનપાનને કરનાર તે બાલકે અઠ્ઠમતપ કર્યો, અને સ્તનપાન નહી કરવાથી કરમાઈ ગયેલી માલતી ફૂલની જેમ ગ્લાની પામેલ તે બાલકને જોઈ માતા પિતાએ અનેક ઉપાયે કર્યા છતાં મૂછ પામેલા તે બાળકને મરેલે જણી સ્વજને તેને ભૂમિમાં સ્થાપન કરે છે. પુત્રના વિયેગથી પિતાનું પણ મરણ થાય છે તેથી ત્યાંના વિજયસેન રાજાએ પુત્રને અને તેના દુઃખથી તેના પિતાને મરેલા જાણી તેનું ધન ગ્રહણ કરવા તેને ઘેર સુભટે મેકલ્યા. અહિંયા અઠ્ઠમતપના પ્રભાવથી. આસન ચલિત થવાથી શ્રી ધરણેન્દ્ર નાગરાજે અવધિજ્ઞાનથી તેનું સકલસ્વરૂપ જાણી ત્યાં આવી ભૂમિમાં રહેલા બાળકને અમૃત છાંટવા વડે આશ્વાસન આપી, બ્રાહ્મણ રૂપે ધન ગ્રહણ કરતા તે સુભટને અટકાવે છે. તે સાંભળી રાજા પણ