________________
૧૩૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પણ મોટા ઉપકારને માટે થશે. આ પ્રમાણે કહી નાગરાજ પિતાને હાર બાળકના કંઠમાં નાખી પિતાના સ્થાને ગયે. ત્યાર પછી સ્વજનોએ શ્રીકાન્ત શેઠનું મૃત્યુ કાર્ય કરી તેના બાળકનું નામ યથાર્થ નાગકેતુ એ પ્રમાણે રાખ્યું. ક્રમ કરી તે બાળપણથી જ ઈન્દ્રિયોને જીતનાર જિતેન્દ્રિય એ પરમ શ્રાવક થયે. એક વખત વિજયસેન રાજાએ કેઈ નિર્દોષ ઉપર ચેરનું કલંક મૂકી તેને મારી નાખે અને તે મરણ પામી વ્યંતર થે. તેણે આખા નગરમાં વિનાશ માટે શિલા વિકુવી અને પગના પ્રહારથી રાજને લેહી વમતે કરી, સિંહાસનથી ભૂમિ ઉપર નાખી દીધે. તે વખતે નાગકેતુ શ્રી સંઘ અને જિનેશ્વર ભગવંતના મંદિરોને નાશ હું કેવી રીતે જીવતે જોઉં ? એમ બુદ્ધિથી વિચાર કરી પ્રાસાદના શિખર ઉપર ચડી તે શિલાને પિતાના હાથમાં ધારણ કરી. તે વખતે તે વ્યંતરદેવ તેની તપ શક્તિના તેજને સહન નહિ કરેતે, શિલાને સંહરણ કરી નાગકેતુને નમસ્કાર કર્યો. તેના વચનથી રાજાને પણ ઉપદ્રવ રહિત કર્યો. એક વખત નાગકેતુને જિનેન્દ્રની પૂજા કરતા, પુષ્પની અંદર રહેલા સાપે ડંખ માર્યો, તે પણ વ્યાકુલ થયા વગર વિશુદ્ધ ભાવના ભાવતા તેને કેવળજ્ઞાન થયું. તેથી શાસનદેવે આપેલ મુનિશ ગ્રહણ કરી લબેકાળ પૃથ્વી ઉપર વિચરી અનેક ભવ્ય જેને પ્રતિબંધ કરી, નાગકેતુ મહારાજ અજરામર પદને પામ્યા. આ પ્રમાણે નાગકેતુનું દષ્ટાંત સાંભળી, બીજઓએ પણ અઠ્ઠમતપ કરવામાં યત્ન કરે જોઈએ.