________________
નાગકેતુની કથાઃ ૮૪
| [ ૧૩૩ જલ્દી ત્યાં આવી કહેવા લાગ્યું. તે બ્રાહ્મણ ! પરંપરાથી અમે અપુત્રિયાનું ધન ગ્રહણ કરીએ છીએ. તેને તું કેમ અટકાવે છે? ધરણેન્ટે કહ્યું, હે રાજન ! આને પુત્ર જીવત છે. રાજાએ કહ્યું કે કેવી રીતે અને કયાં છે ? ત્યારે ધરણેન્દ્ર નાગરાજે ભૂમિમાંથી આવતા બાળકને સાક્ષાત્ કરી નિધાનની જેમ બતાવ્યું. તેથી વિસ્મય પામેલા સર્વ લોકોએ પૂછયું, હે સ્વામિ! તમે કેણ છે? અને આ બાળક કેણ છે? દેવે કહ્યું કે હું ધરણેન્દ્ર નાગરાજ છું. અમતપને કરનાર આ મહાપુરૂષને સહાય કરવા માટે આવ્યો છું. રાજા વગેરેએ કહ્યું, “હે સ્વામિ ! ઉત્પન્ન માત્રથી આ બાળકે અઠ્ઠમતપ કેમ કર્યો? ” ધરણેન્કે કહ્યું, “હે રાજન ! પૂર્વભવમાં આ કોઈ વણિકને પુત્ર હતા. તેની માતા બાળપણમાં મરી ગઈ હતી. તેથી અપસ્માતાથી અત્યંત પીડાતા તેણે મિત્રને પિતાનું દુઃખ કહ્યું, તે મિત્રે કહ્યું કે-તે પૂર્વભવમાં તપ
ક્ય નથી તેથી તું આ પરાભવ પામે છે,” એથી તે યથાશક્તિ તપ કાર્યને કરતે આવતા પર્યુષણમાં હું અવશ્ય અઠ્ઠમતપ કરીશ એ પ્રમાણે મનમાં નિર્ણય કરી ઘાસની ઝુંપડીમાં સૂઈ ગયે. તે વખતે અવસર પ્રાપ્ત કરી, અપરમાતાએ નજીકમાં રહેલા અગ્નિમાંથી, અગ્નિને કણ લઈ ઝુંપડા ઉપર નાખ્યો તેથી ઝુંપડી સળગી ગયે છતે, તે પણ મરી ગયે, અઠ્ઠમતપના ધ્યાનથી તે આ શ્રીકાંત શેઠને પુત્ર થશે. તેથી તેણે પૂર્વભવમાં ચિંતવેલે અઠ્ઠમતપ કર્યો. આ લઘુકમી મહાપુરુષ આ જ ભવમાં મુક્તિપદને પામશે. તેથી તમારે પણ યત્નથી તેનું પાલન કરવું. સમયે તમને