________________
શિવરાજાની કથા : ૮૩
[ ૧૨૭ શિવરાજા ધીમે ધીમે સુખ પૂર્વક પ્રયાણ કરતા પિતાના નગરમાં આવે. તે રાજાએ ગુણરૂપી અલંકારોને ધારણ કરનારી શ્રીસુંદરીને પટ્ટરાણી પદે સ્થાપી. તેણે હંમેશા સર્વજ્ઞ ભગવંતએ કહેલ જીવદયામય ધર્મને કરે છે. પણ દુર્જનના સંગના દેષથી શિવરાજા છેડે પણ ધર્મ કરતે નથી, દુષ્ટ બુધ્ધિવાળે તે હંમેશા સાતે વ્યસનમાં તત્પર થયે. ક્રમે કરી શ્રીમતી દેવીએ સુંદર આકૃતિવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રને જન્મ મહોત્સવ કરી “વીર એવું પુત્રનું નામ રાખ્યું. હંમેશા પાંચ ધાઈ માતાઓથી લાલન પાલન કરાવે તે સુંદર દેહવાળે શુકલ પક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યું. એક વખત નિમલ શીલવાળી શ્રીમતી ધર્મધ્યાનમાં મગ્ન બનેલી તે અંતે મરણ પામી દેવલેકમાં દિવ્ય દેડવાળી દેવી થઈ. તે શ્રીમતીદેવી અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણું પિતાના સ્વામી શિવરાજાને પ્રતિબંધ કરવા અહિં આવી. કહ્યું છે કે –
જિનેશ્વર ભગવંતના પાંચ કલ્યાણકના પ્રસંગે તથા મહાઋષિઓના તપના પ્રભાવથી અને જન્માક્તરના સ્નેહથી દે મનુષ્ય લેકમાં આવે છે. - શ્રીમતીદેવીએ શિકાર, પરદ્રોહ, મદ્યપાન વગેરેમાં આસક્ત શિવરાજાને જોઈ હૃદયમાં વિચાર કર્યો કે મારા સ્વામિને આ પાપકર્મથી મારે જલદી અટકાવવા જોઈએ આ પ્રમાણે વિચાર કરી કુરૂપવાળી ચાંડાલીનીનું રૂપ ધારણ કરી મેલા વસ્ત્રવાળી, હાથમાં મનુષ્યની ખેપરી ધારણ