________________
૧૨૬ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
આ તમારા બૈરી ધીરરાજા હમણા હીરપુર નગરને લૂટી ચાલી ગર્ચા છે તેથી શિવરાજા તે વૈરીને જીતવા ઘણા હાથી ઘેાડા પાયઢલ વગેરે સૈન્ય સહિત નગરની બહાર નીકળી શત્રુના નગરની સમીપે ગયા. ધીરરાજા દૂતના મુખથી શિવરાજાને આવેલા સાંભળી ક્રોધ સહિત લડવા માટે નગરની બહાર નીકળ્યા. અને સૈન્યાના યુધ્ધમાં વૈરી રાજાએ સામે આવેલી શિવરાજાની સેનાને જેટલામાં ભગાડી દીધી તેટલામાં શિવરાજા પોતાના ભાગતા સૈન્યને જોઈ ક્રોધથી લાલ આંખવાળા તે ઉઠી સ’ગ્રામ કરવા લાગ્યા. તે સમયે શિવરાજાએ રણમાં સમુદ્રની જેમ શત્રુ રાજાના સૈન્યને ચારે બાજુ વિખેરી નાખી પક્ષીની માફક જલ્દી તેને બાંધી દીધા; ધીર શત્રુના ત્રાસ પામેલા સર્વ સુભટો સૂર્યદય થયે જેમ અંધકારના સમુદાય નાશ પામે તેમ ચારે દિશાએ નાસી ગયા. પરાભવને પામેલા ધીરરાજાએ શિવરાજાને નમસ્કાર કરી ભક્તિપૂર્વક કહ્યું કે રાજન્ ! હુ તમારી સેવક છું. આ નગર તમે ગ્રહણ કરે. તેમ જ મારી શ્રીસુંદરી પુત્રીને તમે મંગીકાર કરેા અને કૃપા કરી બંધનથી મને મુક્ત કરે. શિવરાજાએ ભક્તિવાળુ તેનુ વચન સાંભળી પ્રસન્ન થઈ તેને અંધનથી મુક્ત કર્યો, કહ્યું છે કે—‘ઉત્તમ પુરૂષોના નમસ્કાર કરે ત્યાં સુધી જ ક્રોધ નિશ્ચયે હાય છે અને નીચ પુરૂષોના પ્રણામ કર્યાં છતાં પણ ક્રોધ શાંત થતા નથી.’ ધીરરાજાએ આપેલી શ્રીસુ દરી કન્યાનું શિવરાજાએ મહેાત્સવ પૂર્વક પાણિગ્રહણ કર્યું. ત્યારપછી ધીરરાજાને પોતાનું રાજ્ય આપી શ્રીસુંદરી સાથે