________________
૧૨૪]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
શ્રીઋષભદેવ જિનેશ્વર ભગવંતની હંમેશા દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરતે ઘાસ અને લાકડાને ભારે વનમાંથી લાવી અને વેચીને પિતાને નિર્વાહ કરે છે. એક વખત પરમાત્માની ભક્તિથી પ્રસન્ન થયેલા કપદ યક્ષે કહ્યું કેહું આ ચૌદશના દિવસે શત્રુંજય મહાતીર્થ ઉપર શ્રી શાંતિજિનેશ્વરની દષ્ટિમાં રસ કૂપિકા ઉઘાડીશ અને તે સંધ્યા સુધી ઉઘાડી રહેશે. જે તારી ઈચ્છા હોય તે ત્યાં તારે આવવું અને રસ ગ્રહણ કરે. એક ગદિયા પ્રમાણે તે રસને સાઈડ ગદિયાણા પ્રમાણ સીસામાં મેળવાય તે બધું સુવર્ણ થાય. તે સાંભળી ચંદ્ર વણિક શત્રુંજય તીર્થ ઉપર જઈ શ્રી ઋષભદેવ પરમાત્માની ભક્તિથી પૂજા કરી અને સ્તુતિ કરી શ્રી શાંતિનાથ પરમાત્માને નમસ્કાર કરી રસકૂપિકાના ત્રણ તુંબડા ગ્રહણ કર્યા. ત્યાર પછી તે ઘેર આવી સુવર્ણ બનાવી બનાવીને અદ્ધિવાળો થશે. સાત ક્ષેત્રમાં ઘન વાપરી ચારિત્ર ગ્રહણ કરી તે ચંદ્ર વણિક સાત-આઠ ભવમાં સિદ્ધિપદને પામશે. - ઉપદેશ – પરમાત્માની ભક્તિભાવવાળું અહિંયા ચંદ્ર વણિકનું દષ્ટાંત સાંભળી તમે જિનેશ્વરની આ રીતે હંમેશા ભક્તિ કરનારા થાઓ. . ચંદ્ર વણિકની કથા ૮૨મી સમાપ્ત.
-પ્રબંધ પંચશતીમાંથી,