________________
ચંદ્ર વણિકની કથા
પરમાત્માની ભક્તિના પ્રભાવથી જીવ આસસ સિદિવાળે થાય છે. અહી પરમસુખને આપનાર નિધન ચંદ્ર વણિનું દ્રષ્ટાંત છે.
કલ્યાણપુર નગરમાં ચંદ્ર અને ભીમ અને સગાભાઈઓ રહેતા હતા. કેમે કરી ચંદ્રધન રહિત થયે. અને ભીમ મહા ત્રાદ્ધિવાળો થયે, જ્યારે ચંદ્ર બીજાના ઘરમાં અન્યની સેવા કરી નિર્વાહ ચલાવે છે. ત્યારે તેને ભીમ કહે છે હે ભાઈ! તું આપણા ઘરમાં રહે અને જે જોઈએ તે મારી પાસેથી લે. ત્યાર પછી ચંદ્ર ભાઈને ઘરમાં કામ કરી પિતાને નિર્વાહ કરે છે. એક વખત રાત્રિમાં વરસતા વરસાદમાં ભીમ કહે છે ચંદ્ર! તું ખેતરમાં જા, ત્યાં કયારાઓમાંથી પાણી નીકળતું હશે. તેથી ત્યાં તું પાળી બાંધજે. ચંદ્ર વિચાર કરે છે કે હમણું હું જે નહિં જાઉં તે મારે નિર્વાહ મુશ્કેલીથી થશે. એ પ્રમાણે વિચાર કરી ખેતરમાં ગયા. ત્યાં કયારાની તુટેલી પાળીઓ બાંધતા માણસને જોઈ પૂછયું તમે કોણ છે? તેઓ કહે છે અમે વ્યંતર દેવે ભીમના સેવકે ઈચ્છિત વસ્તુને આપનારા છીએ અને અહિં આવી ભીમના પુણ્યથી ખેંચાઈ પાળી બાંધીએ છીએ. ચંદ્ર પૂછયું કે મારું ઈચ્છિત કરનારા સેવકે ક્યાં છે? તેઓ કહે છે કે તારા સેવકે વીરપુર નગરમાં છે. ત્યાં જઈ 2ષભદેવ જિનેશ્વરશ્રીની સેવા કર તેથી તેને પણ ઈષ્ટ લાભ થશે. તેથી ચંદ્ર વણિક કુટુંબ સહિત ત્યાં ગયે.