________________
ધનદત્તની કથા :
[ ૩૩ આ બાજુ તેના પિતાને જીવ નેળિયાના ભવમાંથી મરી સમડીપણે ઉત્પન્ન થાય છે. એક વખત આહાર માટે આમતેમ ભમતી તે સમડીએ મુનિવરને જોયાં. પૂર્વભવના અભ્યાસથી મુનિવર ઉપર રેષ કરતી, તેને હણવા માટે ઉપાયને શેધતી તે સમડી રાજાના મહેલમાં આવી, તે વખતે રાજાની રાણી તે હારને કાઢી સ્નાન કરે છે. તે સમયે તે સમડીએ તે હારને ચાંચમાં ગ્રહણ કરીને મુનિના કંઠમાં મૂક્યો, પણ કમના શુભાશુભ ફળને જાણનારા તે મુનિ સમભાવ વડે સ્થિર રહ્યા. અહિં સ્નાન કર્યા પછી રાજાની રાણી હારને નહી જોતાં બૂમ પડે છે. રાજપુરૂષે ત્યાં આવી બૂમ પાડવાનું કારણ જાણું હારને શોધે છે. રાજાને પણ કહે છે. રાજાએ હાર શોધવા માટે ચારે બાજુ સુભટો મેકડ્યાં. તેમાંના કેટલાક સુભટો ઉદ્યાનમાં આવ્યા. તે વખતે મુનિના કંઠમાં હાર જોઈ મુનિને પૂછે છે. જવાબ નહિ આપતાં મુનિને તે સુભટ ચોર માની વિવિધ પ્રકારે તાડના કરે છે. સમભાવમાં રહેલા તે મુનિવર પિતાના કર્મફળને જાણતા સમભાવથી સર્વ ઉપસર્ગ સહન કરે છે. અને અધ્યવસાયની વિશુદ્ધિથી તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ઉદ્યાનમાં રહેનારી અને મુનિના ગુણોના રાગવાળી દેવીએ સર્વ સુભટને થંભાવી દીધાં. આ સમાચાર સાંભળી રાજા જલદી તે ઉદ્યાનમાં આવ્યો. આ મહાત્માને આ પ્રભાવ જાણ મુનિવરના ચરણકમળમાં નમી પિતાના અપરાધને ખમાવે છે. તે વખતે મુનિએ કહ્યું તમારે આમાં દેષ