________________
૧૦૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અમૃતરસને અંશ મન આપે. આ પ્રમાણે પ્રાર્થના કરાચેલી તેણીએ અમૃતરસ આપે. તે અમૃતરસને લઈ તે સ્મશાન ભૂમિમાં આવ્યું. તેણે તે અમૃતરસથી તે કન્યાને જીવતી કરી ત્યારે તેની સાથે જે અગ્નિમાં પડે હતા તે પણ જીવતે થયે. હવે હે કુંડલ ! જીવતી થયેલ તેને માટે ચારે જણે પરસ્પર કલહ કરવા લાગ્યા. હવે તેમાંથી “આ કેની પત્ની થાય?” આ પ્રમાણે જોગીએ પૂછ્યું હવે તે રાજકન્યાને બોલાવાને માટે ઉત્સુક થયેલા કંડલની અંદર રહેલા વેતાલદેવે કહ્યું “જીવિત આપનાર પુરૂષની પત્ની થાય, આ અત્યંત અગ્ય કહેલું સાંભળી રેષવાળી થયેલી પિતાની પ્રતિજ્ઞા ભૂલી જઈ રાજપુત્રી મોટા અવાજથી બેલી હે દુષ્ટ કુંડલ ! તું “અસત્ય ન બોલ.આ પ્રમાણે રાજપુત્રી મેટા શબ્દથી બોલી, બીજીવાર આ રાજકન્યા બેલી તે જણાવવાને માટે મેગીએ બીજી વખત નગારું વગડાવ્યું. કુંડલમાં રહેલા વેતાલદેવે કહ્યું કે હે યેગીન્દ્ર! આ કેની પત્નિ થાય? તેમજ બીજા પુરૂ સાથે આને કોણ સંબંધ થાય?” જોગી કહે છે અમૃતરસથી જીવિત આપનાર પિતા, ચિતાની મધ્યમાંથી સાથે જીવતે થયે તે ભાઈ, ચિતાના
સ્થાનનું રક્ષણ કરનાર તે દાસ અને મળેલી ભિક્ષામાંથી ભેજન, વસ્ત્ર વગેરે આપનાર તે સ્વામિ થાય છે કેમ કે વસ, અલંકાર તેમજ ભેજન વગેરે આપવું તે સ્વામિને આધીન હોય છે. આ ગીથી હું બીજીવાર પણ હું બેલાવાઈ, હવે બે વાર બાકી છે, જેથી વિશેષ કરી તે રાજકન્યા મૌન ગ્રહણ કરી રહી.
અહીં વિક્રમરાજાની બજી કથા કમથી ૭૪મી કથા સમાત,