________________
IIIIIIII
આ બ્રહ્મા-વિષ્ણુ અને
મહાદેવની કથા
૭૮ ત્રણે લોકમાં રહેલા લોકિક દેવોમાં ઉત્તમ ગુણેની વિચારણામાં સૌથી મોટા દેવ કયા છે? તેનું અહીં દષ્ટાંત કહેલું છે. - વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા એ ત્રણેને એક વખત વિવાદ થયે. આપણામાં સૌથી મોટું કોણ છે? બ્રહ્મા કહે છે જગતમાં સર્વ પદાર્થોને બનાવનાર હું મટે છું. વિષ્ણુ કહે છે જગતના જીવોનું પાલન કરનાર હોવાથી હું જ મટે છું, અન્યથા જગતના જી જીવી શકે નહીં. મહાદેવ કહે છે–પાપની વૃદ્ધિમાં જગતને સંહાર કરવાની શક્તિ મારી છે. તેથી હું મેટો છું. આ પ્રમાણે વિવાદ થતાં બ્રહ્માએ કહ્યું કે ભૃગુત્રાષિની પાસે આને નિર્ણય આપણે કરાવીએ, આમાં મહાદેવ સંમત થયા. પરંતુ વિણુ સંમત થયા નહિં, કારણ કે આપણે છીએ તે તે ભૃગુઋષિ જ્યારે આપણા આધારે જીવે છે. તેથી તે શું નિર્ણય કરશે? આ પ્રમાણે કહી તે સાથે ન ગયા. બ્રહ્મા અને મહાદેવ તે ઋષિની પાસે જઈ સર્વ વૃત્તાંત કહી પૂછયું કે અમારા બધામાં કેણ મેટું છે? ભૃગુઋષિએ કહ્યું—આપણે વિષ્ણુ પાસે જઈએ, ત્યાં તમારે નિર્ણય હું કરીશ, તે સર્વે વિષ્ણુની સભામાં ગયા. ત્યાં આવેલા તેઓને જોઈ સભામાં બેઠેલા તે સર્વે દેવતાઓએ ઉભા થઈ તેઓનું