________________
ભીમ અને કૃપણ શેઠની કથા
૭૮
વિક્રમરાજાના સંબંધવાળું ભીમ અને કૃપણુ શેઠનું દાન અને અદાનનું ફલ જાણે દાનમાં ઉદ્યમ કરવું જોઇએ.
એક વખત વિકમ રાજા યાચકોને દાન આપતે વિચાર કરે છે. “દાનનું શું ફલ?” એટલામાં આકાશમાંથી દિવ્યવાણી પ્રગટ થઈ “એક ગણું દાન અને તેનું ફલ કળિયુગમાં હજારગણું હોય છે.” રાજા વિચાર કરે છે. “આ પ્રમાણે આકાશમાં કેણ બોલે છે?” તેથી ફરીથી આકાશમાં વાણી પ્રગટ થઈ “જો દાનનું ફલ જેવા ઇચ્છતું હોય તે તું પારક નગરમાં જઈ કૃપણ શેઠ અને દાનમાં તત્પર ભીમ વણિકનું ચરિત્ર . તેથી રાજા એકલે પાકર નગરમાં ગયે. પહેલા તે તે બે કેડ સુવર્ણના માલિક કૃપણ શેઠના ઘરમાં ગયે. અને ભોજન માંગ્યું. તેને કંઈપણ આપ્યું નહિં.
જે સ્વયં ખાતા નથી, બંધુ વગેરેને આપતા નથી તેને જન્મ નિષ્ફળ છે. એ પ્રમાણે રાજા બેલીને ભીમ શેઠના ઘરમાં ગયે. ભીમ શેઠે તેનું સ્વાગત કર્યું અને ભેજન માટે પ્રાર્થના કરી. તે વખતે તેના ઘરમાં રાંધેલું અન્ન હતું, પરંતુ ઘી ન હતું તેથી દયાળુ દાની ભીમ ભેજનમાં ઘી આપવા માટે કૃપણશેઠના ઘરમાં જઈ કહ્યું કે મારા ઘરમાં અતિથિ આવ્યા છે તેને ભેજન આપવા ઘીની જરૂર છે, તે તમે ઘી આપે. કૃપણ શેઠ કહે છે તું પૈસા આપ. ભીમ શેઠ કહે છે અતિથિને દાન આપવામાં જે પુણ્ય થાય તે પુણ્ય