________________
વિક્રમાદિત્ય રાજાની એથી કથા : ૭૬ [ ૧૦૫ પિંડને ગ્રહણ કરે. કારણ કે તે મરી ગ જીતે તે બ્રાહ્મણી વિધવા થઈ. આ પ્રમાણે ચોથી કથા સમાપ્ત. - હવે પ્રભાત થયે છતે રાજકન્યાએ કહ્યું- હે ગીન્દ્ર! હું તમારી દાસી અને તમે મારા સ્વામી છે. આ પ્રમાણે બેલતી રાજકન્યાનું વૃતાંત જાણી તેણીને પિતા ત્યાં આવી તે જોગીને નમસ્કાર કરી ઉભે રહ્યો. વિક્રમાદિત્ય રાજા પ્રત્યક્ષ થઈ યથાર્થ પિતાનું સ્વરૂપ જણાવીને તે રાજા વગેરેના પુત્રને બંધનમાંથી છોડાવી વિવાહ કર્યા વિના રાજકન્યા સાથે પિતાની નગરીમાં આવ્યું.
હવે એક વખત ભીંતની અંદર રાજા રહે છે, તે સમયે રાજસભામાં ચિત્ર કરતાં ચિત્રકલામાં અભિમાની એવા એક ચિત્રકારને બીજે ચિત્રકાર કહે છે હે ચિત્રકાર ! તું ચિત્રકલાનું અભિમાન કેમ કરે છે? શું તારી ચિત્રકલાથી ખુશ થયેલે રાજા આ લાવેલી અવાદિની રાજકન્યા તને આપશે? આ સાંભળી દાનવીર વિક્રમાદિત્ય રાજા તે ચિત્રકારને તે રાજકન્યા આપી અને તે ચિત્રકારને દેશને અધિપતિ બનાવે છે. આ પ્રમાણે દાનીને કાંઈ પણ અદેય હેતું નથી.
ઉપદેશ–પરદુઃખભંજન વિક્રમાદિત્ય રાજાની કથા સાંભળી તે પ્રમાણે હંમેશા તમે પણ દાનમાં યત્ન કરો.
વિક્રમાદિત્ય રાજાની ચેથી કથા કમથી ૭૬મી કથા સમાપ્ત.
-કથા રત્નાકરમાંથી,