________________
દેવાનંદ બ્રાહ્મણીની કથા : ૬૬ પામી, સુખ સમૃધ્ધિવાળી સિદ્ધિગતિને પામે છે. એ પ્રમાણે શ્રી વીર જિનેશ્વરના મુખમાંથી દેવાનંદાની વાત સાંભળી, (જયંતી શ્રાવિકા) શ્રી જિનેશ્વર ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરે છે તે જયંતી સાધ્વી પણ ધર્મધ્યાનમાં જ રક્ત બની. તે મહાસતી સર્વકર્માને નાશ કરનાર તપશ્ચર્યાને, દેવાનંદાની જેમ હંમેશા કરવા લાગી. અંતે જયંતી સાધવી પણ વિશુદ્ધ પરિણામવાળી, જે ઉપર અનુકંપા કરતી, મેરુ પર્વતની ચૂલિકાની જેમ સ્થિરતાવાળી, ઘોર તપશ્ચર્યા કરવામાં શક્તિવાળી, હંમેશા ધ્યાન, અધ્યયનમાં પ્રસકત; અપ્રમત્ત ગીતાર્થ અને વૈરાગ્યવાળી, ગુરુકુલવાસમાં ઉદ્વેગ નહિ પામનારી એવી તે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈ કેવળજ્ઞાન પામી સિધ્ધિપદને પામી.
ઉપદેશ -દેવાનંદાની વૃધ્ધપણામાં પણ નિર્મળ ચારિત્રની સંપદાને સાંભળી તમે પણ તે પ્રમાણે મેક્ષ માર્ગની સાધના કરનારા થાઓ.
મહાપુરૂષ ઉપર અતિ સ્નેહવાળી દેવાનંદા બ્રાહ્મણીની છાસઠમી કથા સમાપ્ત.
--જયંતી ચરિત્રમાંથી.