________________
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ થશે નહિં” બન્ને રાજકુમારની જન્મ પત્રિકાને સુરક્ષિત સ્થાને રાખી “અનિષ્ટ આગમનનું શ્રવણ કરે છતાં પણ તેના વારણને માટે ઉદ્યમ મૂક ન જોઈએ. એ પ્રમાણે વિચાર કરી રાજાએ નાના રાજપુત્રને ભણવા માટે શાસ્ત્ર વગેરે કલાઓ ગ્રહણ કરવા માટે શ્રેષ્ઠ પંડિતને સેં. તે વિનયથી વિદ્યા ગ્રહણ કરે છે, અને ધર્મશાસ્ત્રોને ભણત પંડિતના સમાગમથી ધર્મમાં રાગી હંમેશા ધર્મ આરાધનામાં તત્પર અને સદાચારવાળે થયે. “ગુણો અને દે સંસર્ગથી થાય છે. એ વાક્યને સત્ય કરતે હોય તેમ તે ધર્મ થયે. મોટાભાઈ તે “હું મહારાજા થઈશ” એ ગર્વથી તેમજ દુર્જન મિત્રના સમાગમથી તે દારુના પીઠામાં, વારાંગનાઓના ઘરમાં વિલાસ કરતે દિવસો પસાર કરે છે. એ પ્રમાણે તેઓને જ્યારે એકવીસમું વર્ષ આવ્યું ત્યારે જન્માષ્ટમીના દિવસે આખું નગર મહામહત્સવની શરૂઆતમાં આનંદ મગ્ન થયું. આ મહોત્સવની શરૂઆતમાં રાજા અચાનક માંદો પડે. તેથી સાંજે પ્રભુની આરતી ઉતારવા અસમર્થ થયે. મેટાભાઈને શેધવા છતાં તે મળે નહિં, તે વખતે તે મોટેભાઈ વિદેશથી આવેલી નટડીના નૃત્યને જોવામાં આસક્ત હતા. તેથી નાના રાજકુમારને આરતી ઉતારવા બેલાવ્યું. તે અતિ સ્નેહથી ભક્તિ પૂર્વક ભગવાનની આરતી ઉતારે છે. આ જન્મ મહોત્સવમાં ભગવાનના ગુણ-ગાનથી આખી રાત્રી પસાર કરે છે. મોટો રાજકુમાર કામમાં અત્યંત આસક્ત અને ખરાબ વ્યસનથી ક્ષીણું પુણ્યવાળે થયેલ