________________
મતિશેખર મંત્રીની કથા ઃ ૬૯
[ ૮૫
અગ્નિની જવાલાઓને વમતે, ભૂમિને કંપાવતે, લેખંડને મુદુગર હાથમાં ધારણ કરતે સાક્ષાત યમરાજ જે તે યક્ષ પ્રગટ થયું અને બે, હે પાપી! અસત્યવાદી! એવા તારા આ લેખંડના મેગરથી આજે હું કકડા કરી નાખીશ. આ પ્રમાણે બોલતા યક્ષને મંત્રિએ કહ્યું હે યક્ષરાજ! પહેલા આ જન્મથી માંડીને ઉત્પન્ન થયેલા મારા સંદેહને તમે દૂર કરે. ત્યાર પછી આપને જેમ રુચે તેમ કરજે. આ પ્રમાણે સાંભળીને યક્ષે કહ્યું-તારે સંદેહ મને કહે. ત્યાર પછી મંત્રિએ આ પ્રમાણે કહ્યું કે ફલાદિનગરમી ધરણ અને કરણ નામના પિતા અને પુત્ર છે એ બન્નેની સ્ત્રીઓ મરણ પામી છે, તેથી તેઓ અન્ય સ્ત્રીઓને કરવાની ઈચ્છાવાળા તે બન્ને જણાએ મનેરમા નગરી તરફ પ્રસ્થાન કર્યું. માર્ગમાં જતા તેઓએ આગળ ગયેલ સ્ત્રીઓના પગલા જોયા. તે સ્ત્રીઓ માતા અને પુત્રી હતી. તેમાં માતા વામન છે. તેથી તેને પગલા નાના છે અને પુત્રી લાંબી છે. તેથી તેના પગલા મોટા છે. અને તેઓના પગલાનું બરાબર અવલોકન કરી ધરણે કહ્યું- હે પુત્ર! જે ભાગ્યના વશથી આ બન્ને સ્ત્રીએ આપણે બન્નેને સ્વીકાર કરે તે મેટા પગલાવાળી મારી સ્ત્રી અને નાના પગલાવાળી તારી. એ પ્રમાણે તે બન્ને જણાએ પરસ્પર નકકી કર્યું. હવે ભેગી થયેલી તે બન્ને સ્ત્રીઓ તેઓના વચને અંગીકાર કરે છે. તે બન્ને તેઓની સ્ત્રીઓ થઈ. હવે તે ચારેને પણ ઉત્પન્ન થયેલા પુત્રને પરસ્પર સંબંધ કે થાય? એ પ્રમાણે મારા હૃદયમાં સંદેહ થયેલ છે.