________________
ચન્દ્રલેખાની કથા ઃ ૬૮
[ ૬૩ આકાશના રસ્તે વિવાદને નિશ્ચય કરવા માટે કાંચીનગરીમાં ગયું.
તે નગરમાં શત્રુઓની લક્ષ્મીરૂપી સ્ત્રીઓની વેણુને ખેંચવામાં આનંદ માનનાર નામ વડે પણ દુર્લલિત નામને રાજા છે. તેની સભાની અંદર તે પોપટનું યુગલ ગયું. વિદ્યાધરનાં સંસર્ગથી ભય વગરનું તે યુગલ આકાશમાં રહી પહેલાં પોપટ પિતાની બુદ્ધિથી રાજાને વખાણે છે “આ રાજા જય પામે, કે જેની વાણીના રસને જોઈ સર્પ–નાગરાજ ઉંડા પાતાલતલને વિષે અમૃત રસને ઢાંકીને રહે છે.” ત્યાર પછી મેના પણ જમણે પગ ઉંચા કરી રાજાને નમસ્કાર કરી ભક્તિથી સુંદર વચનો વડે સ્તુતિ કરે છે. “જેના મુખ રૂપી કમલમાં રાજ હંસની જેમ સરસ્વતી રહેલી છે, જે રાજા ન્યાય માર્ગ રૂપી આકાશમાં ચન્દ્રની જેમ સત્યની પ્રતિજ્ઞાવાળે છે તે આ રાજા જય પામે.” આ સાંભળી પ્રસન્ન મન વાળો રાજા કુતૂહલથી તે પિપટના યુગલને બોલાવે છે. તમે મારી પાસે આવે, તેમજ તમારા પિતાનું કાર્ય કહે. તે બન્ને જણા પિતાના વિવાદને કહે છે, તે રાજા મંત્રી સામે જુવે છે. મંત્રી પણ કહે છે અને ઉત્તર અને મધ્યાહ્ન ૫છી આપીશું. આશ્ચર્યથી ભરેલા મનવાળો રાજા તે યુગલને મહેલમાં લઈ જઈ ભાતથી યુક્ત દાડમના ફલેથી ઇચ્છા પ્રમાણે જમાડે છે. મધ્યાહ્ન સમયે સભામાં રાજા બેઠા છે. તે સમયે મંત્રી કહે છે. આ પોપટને વિવાદ પૂર્વે નહિં સાંભળેલું છે. લાંબાકાળ સુધી