________________
૮૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અથવા શ્રાવકધર્મને ત્યાગ કરી મુક્તિ સુખ માટે અમારા ચરણકમલની પૂજા કર. તે સાંભળી નિષ્કપ દેહવાળી તે ચંદ્રલેખા તેના વચનરૂપી વજથી હણાયેલી પણ સમ્યદર્શનને ત્યાગ કરતી નથી. તેના પ્રહારને પણ આભૂષણોની જેમ માને છે, એટલામાં રાક્ષસેથી ભય પામ્યા વિના મહાસત્વશાળી પિતાના નિયમને ત્યાગ કરતી નથી તેટલામાં પવનથી હણાયેલા વાદળાની જેમ તે રાક્ષસે ક્ષણવારમાં અદશ્ય થઈ ગયા, ત્યાર પછી તે દેવીએ ઉન્મત્ત હાથીઓ, મહાભયંકર સિંહ વિકુળં. તેઓના ઉપસર્ગોથી પણ તેની પિતાના શુભ ધ્યાનમાંથી ચલિત થઈ નહિં. ત્યાર પછી દુષ્ટ નિર્લજજ તે બંતરી દેવી ફરીથી દેવ માયાથી દુર્લલિત રાજાને વાળથી પકડી તેની સામે દેખાડીને કહે છે કે-મૂહ ! મારી આગળ આ કપટ ધર્મને છોડી દે. નહી તે તારા પ્રાણપ્રિય સ્વામીને હું નિશ્ચય મારી નાખીશ. તે ચંદ્રલેખા તે સાંભળીને મૌન ધારણ કરી વિશેષ ધ્યાનમાં સ્થિર થાય છે. તે વખતે માયાથી રાજા તેની સમક્ષ કરૂણ સ્વરે રૂદન કરે છે. અને વિલાપ કરતે કહે છે. હે પ્રિયે! તું આ ધર્મક્રિયાને ત્યાગ કરી જેથી આ દુઃખથી હું છુટું. કુલાંગનાઓ પિતાના સ્વામિને જીવતદાનથી પણ રક્ષણ કરે છે. તે વખતે ચંદ્રલેખા વિચાર કરે છે કે દરેક ભવમાં સ્વામિ મળે, પરંતુ જિનેશ્વર ભગવંતને ધર્મ મળતું નથી, તેથી જે થવાનું હોય તે થાય, પરંતુ હું મારે નિયમ ભાંગીશ નહિં. એ પ્રમાણે વિચાર કરતી શુભ અધ્યવસાયથી તેણીને ઘાતી કર્મ