________________
[ ૪૫
વૃદ્ધાની કથા : ૬૩ છે કે–એક માણસ દરરોજ લાખની કિંમતના સુવર્ણના કકડાઓનું દાન આપે, બીજે કઈ સામાયિકને કરે, તે પણ દાની તેની સરખામણી કરી શકતું નથી. તે શેઠ ધર્મ સ્વરૂપને ન જાણતે તેવા પ્રકારના દાનને આપતે, અંતકાલે આર્તધ્યાન વડે મૃત્યુ પામી વનમાં હાથી થયે. તે વૃદ્ધ શ્રાવિકા પણ સામાયિકના પ્રભાવ વડે અંત સમયે નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતી, મરીને તે જ નગરમાં રાજાની કન્યા થઈ. એક વખત તે હાથીને રાજપુરૂષોએ ગ્રહણ કર્યો અને તે રાજાને પટ્ટહસ્તી થયે. કોઈક વખતે તે પટ્ટહસ્તી રાજમાર્ગમાં જતા પિતાના ઘર અને પરિવારને જુએ છે. તે જોઈને ઉહાપોહ કરતે જાતિસ્મરણ જ્ઞાનને પામી મૂછવડે પૃથ્વી પર પડયે. તેની તેવા પ્રકારની અવસ્થા જઈ અનેક લેકે ત્યાં ભેગા થયા. તે રાજકન્યા પણ ત્યાં આવી. તેણીને પણ પિતાનું ઘર જોઈ જાતિમરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ વડે પોતાને ને હાથીને પૂર્વભવ જાણીને હાથીને ઉભે કરે છે. જ્યારે તે ઉભું થતું નથી ત્યારે રાજકન્યા કહે છે, હે શેઠ! તું ઉભો થા, તું મુદ્રમનવાળો ન થા, જેમ વિવેક વગરના દાનથી તું હાથીપણે ઉત્પન્ન થયે અને હું સામાયિકના પ્રભાવથી રાજકન્ય થઈ, તેથી હે હાથી! ધન કરતા સામાયિકમાં અધિક ફળ છે, એમ તારે જાણવું. રાજકન્યાના વચન સાંભળી તે હાથી ઉભે થયે. તે વખતે રાજા વગેરેને મેટું આશ્ચર્ય ઉત્પન થયું. રાજાએ રાજકન્યાને પૂછયું, હે પુત્રી ! આ શું છે? તેણીએ બંનેના પૂર્વભવન વૃતાંત કહ્યો. એ