________________
વૃદ્ધાની કથા
લાખ સુવર્ણના દાનથી પણ ભાવથી કરાયેલા સામાયિકનું ફળ ઘણું થાય છે. અહિંયા વૃદ્ધાનું દૃષ્ટાંત છે.
એક નગરમાં એક ધનાઢય દાનમાં રૂચિવાળે શ્રેષ્ઠી હતા. “દાનથી ભેગે પ્રાપ્ત થાય છે એ પ્રમાણે સાંભળી તે શેઠ દરરોજ પાત્ર કે અપાત્રને જોયા વગર પ્રભાત કાલમાં એક લાખ સુવર્ણનું દાન આપી પછી જ ઘરનું કામ કરે છે. તેના ઘરની નજીક એક વૃદ્ધ સ્ત્રી રહે છે. તેણે હંમેશા સવારમાં નમસ્કાર મહામંત્રના સ્મરણ પૂર્વક સામાયિક કરીને પછી ઘરનું કાર્ય કરે છે. એક વખત કઈ કારણથી શેઠને દાનમાં અને વૃદ્ધાને સામાયિકમાં અંતરાય થયે, તેથી બન્નેને દુઃખ ઉત્પન્ન થયું. વૃધ્ધાનું દુઃખ જાણે તે શેઠ ગર્વથી કહે છે. “હે વૃદ્ધા ! તું કેમ દુઃખી થાય છે? વસ્ત્ર વડે હાથ વગેરેની પ્રમાર્જના ન થઈ તેથી તારું શું બગડી ગયું? તેમાં શું પુણ્ય થાય ? તારા સામાયિકના કાર્યમાં કોઈપણ પૈસાનો ખર્ચ દેખાતું નથી, જે આ રીતે ધર્મ થતું હોય તે બધા જ લેકે હંમેશા કરે અને લાખ સુવર્ણનું દાન કઈ પણ ન કરે, આ સાંભળી વૃદ્ધા બોલી તમે આવું ન બેલશે. સુવર્ણ અને મણીમય
પાનથી યુક્ત જિન પ્રાસાદ કરાવે તેનાથી પણ સામાન્ય યિકમાં અધિક લાભ જિનેશ્વરેએ કહેલું છે. જેથી કહ્યું