________________
રાજકન્યા વિશલ્યાની કથા ઃ ૬૪
[ ૪૯
અજગરને મારવા છે. તેમજ કહ્યું
મારા આ અસ્થિર સ્વભાવવાળા અસાર દેહને ભક્ષણ કરતા ઘણા દિવસની ક્ષુધાથી પીડાએલા, આ વડે શું?' એમ કહી ચક્રવર્તીને વારણા કરે છે કે—ત્યાં ભક્ષણ કરાતી, મંત્રને જાણતી એવી પણ તે આળાએ દયાથી તે પાપી એવા અજગરને માર્યો નહી. એ પ્રમાણે તેણીએ સ ઉપસગેને સમતા પૂર્વક સહન કર્યાં. આ પ્રમાણે તેણીનું સ્વરૂપ જોઇને બૈરાગ્ય વાસિત થયેલા ચક્રવર્તીએ પોતાના આવીશ હજાર પુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી. અને તે બાળા દયાથી અજગરનું રક્ષણ કરતી, અને શુભ ધ્યાનના પ્રભાવથી મરણ પામી દેવલેાકમાં ગઈ. પુનસુ તે બાળાના વિરહથી દ્રુમસેન મુનિ પાસે નિયાણા સહિત સંચમ પાળીને દેવલેાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે લક્ષ્મણ વાસુદેવ થયા. તે ખાળા દેવલેાકથી
ચ્યવીને અહિં કૌતુક મંગલપુરમાં દ્રોણમેઘરાજાની પુત્રી વિશલ્યા થઇ. જ્યારે ગર્ભમાં આવી ત્યારે માતા પણ રોગ મુકત થઈ, તેના સ્નાનના જલ વડે નગર પણ રાગ રહિત થયુ. કહ્યું છે કે જે કારણે પૂર્વભવમાં ઉપસર્ગ સહિત તપશ્ચર્યા કરી તેથી આ વિશલ્યા ઘણા રાગોને નાશ કરનારી થઇ.
ઉપદેશ :~ રાજપુત્રી વિશલ્યાનું તપના ફૂલને જણાવનારૂં આ સુંદર દૃષ્ટાંત જાણી તપમાં ઉદ્યમ કરો. તપના પ્રભાવ ઉપર વિશલ્યા રાજકન્યાની ચાસમી
કથા સમાપ્ત.
સિરિ પમ ચશ્યિમાંથી