________________
૪૬ ]
: પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સાંભળી સર્વ લોકેને સામાયિક કરવામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તે હાથી રાજકન્યાને વચનથી બોધ પામી, હંમેશા નવકારમંત્રના સ્મરણમાં તત્પર બની, ઉભયકાલ રાજકન્યા પાસે પૃથ્વી ઉપર નીચી દષ્ટિ રાખી બે ઘડી-૪૮ મિનિટ સુધી હંમેશા સમભાવ બાપ સામાયિક કરે છે. એ પ્રમાણે તે હાથી સમભાવે સામાયિકમાં તે ધર્મ પમાડનાર રાજકકન્યાને ગુરુણી માની પહેલા અને પછી તેને નમસ્કાર કરી સામાયિકને કરે છે અને જાતિસ્મરણ જ્ઞાન વડે પેય અને અપેય, ભક્ષ્ય અને અભક્ષ્ય, કાર્ય અને અકાર્યને જાણ યથાશક્તિ ત્યાગ કરવા લાયક પદાર્થને ત્યાગ કરતો સુખથી કાલ પસાર કરે છે. અંતે સમાધિપૂર્વક કાળ પામી, આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. રાજકન્યા પણ સમ્યકત્વ ગુણથી ભૂષિત સારી રીતે દેશવિરતિ ધમની આરાધના કરી દેવલેકમાં ઉત્પન્ન થઈ કમે કરી તે બને સિદ્ધિપદને પામશે.
ઉપદેશ – સામાયિક ઉપર વૃધ્ધાનું તેમજ દાન ઉપર શ્રેષ્ઠીનું ફળ જાણીને શાશ્વત સુખને માટે હંમેશા તમે સામાયિક કરે. સામાયિક ઉપર વૃધ્ધાની ત્રેસઠમી કથા સમાપ્ત.
-: ઉપદેશ પ્રસાદ.