________________
૪૦ ]
* પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
બધાનું ભેજન અને વસ્ત્ર વડે સત્કાર અને સન્માન કરે છે, તે પણ તેઓ તેમાં ન દેખાયા, તેથી બીજા નગરમાં બ્રાહ્મણ મિત્રની તપાસ કરવા માટે. પિતાના પુરુષો પણ મલ્યા તે પણ તે મળ્યા નહિ. હવે અહિંયા તે બ્રાહ્મણ તેની સ્ત્રી અને પુત્ર શિવદેવનું વરદાન મેળવી શું માંગવું જોઈએ પ્રમાણે વિચાર કરતા દુર્ભાગ્ય વડે કંઈપણ ઈષ્ટ ન જોતાં ત્યાંથી નીકળીને ભિક્ષા વૃત્તિથી આજીવિકા કરતા ગામથી ગામ ભમે છે. છ માસને અંતે તેઓ એક નગરમાં આવ્યા ત્યાં એક વડલાની નીચે નિવાસ કર્યો બ્રાહ્મણ અને તેને પુત્ર ભિક્ષા માટે નગરમાં ગયા, તે વખતે ગામમાં મહોત્સવને પ્રસંગ હતું. તેથી સર્વ સ્ત્રીઓ સર્વ અંગે શણગાર સજી ગીત ગાનને કરતી મહોત્સવના સુખને અનુભવતી વિચરે છે. તે બ્રાહ્મણ તે સર્વ સ્ત્રીઓને શણગારથી સજિજત જોઈ તેણીને પણ વસ્ત્ર આભૂષણોથી ભૂષિત સુંદર રૂપ યુકત યુવાન સુંદરી થવાની ઈચ્છા થઈ, મનની દુર્બળતા વડે પિતાના પતિના સ્નેહને ભૂલી જઈ તેણીએ શિવદેવની પ્રાર્થના કરી હે શિવ! પહેલા આપેલા તમારા વરદાન વડે હું વસ્ત્ર અને અલંકારથી શેભિત અંગવાળી સેળ વર્ષની સુંદરી બનું તે જ ક્ષણે તે શિવદેવે માગ્યા પ્રમાણે સર્વ યુવતિઓના સમુદાયમાં પણ સુંદર અંગવાળી મનહર કન્યા બનાવી. તે વખતે તે નગરને રાજા અંતઃપુર સહિત નગરની શેભા જોવા માટે નીકળ્યો હતો તે ત્યાં આવ્યો, તે સુંદરીને જોઈ તેના રૂપમાં અત્યંત આસકત થયે, તેણી પણ તેને જોઈને પિતાના રૂપને આ ચગ્ય છે એ પ્રમાણે