________________
ભાવિની અને કર્મરેખની કથા-૫૯ પ્રસિદ્ધ જ છે પરંતુ આપણે બંનેને બીજે સંબંધ છે. જે તું જાણતી નથી તે હું તને કહું છું, તે તું સાંભળ. હે હરણ જેવી આંખોવાળી ! તે હું કમરખ ધનદ શેઠને પુત્ર છું, તું ઉપાધ્યાયની પાસે મારી સાથે કલાઓને અભ્યાસ કરતી ભાવિની રાજકન્યા છે. એ પ્રમાણે તેનું પૂર્વનું સર્વ રહસ્ય કહ્યું. અને તે સાંભળી તે ભાવિનીનું મુખ અત્યંત લજજાથી નમી પડયું. તેની લજજા દૂર કરવા માટે રાજા કહે છે કે હે પ્રિયે, ભાવિભાવે અન્યથા કરવા કેઈપણ સમર્થ નથી પૂર્વે બાંધેલા શુભ અને અશુભ કમથી ઉત્પન્ન થયેલા સંયોગ અને વિયોગ જીવને થાય છે. તેને વિપરીત કરવા માટે કોણ સમર્થ થાય? શેક અને લજજાથી સર્યું –એ પ્રમાણે સ્વામીના વચનને સાંભળી લજજાનો ત્યાગ કરી પિતાના પિતાને સર્વ સમાચાર જણાવ્યા. કર્મની ગતિ ઘણી ગહન છે. એ પ્રમાણે વિચાર કરતી તેણે પિતાના સ્વામીની ભક્તિમાં તત્પર બની. પતિની સાથે મનુષ્યભવને ઉચિત વિષય સુખોને ભેગવતી, સુખથી કાળને પસાર કરે છે. એક વખત કમરેખ રાજા ઉદ્યાનપાલકના મુખમાંથી ગુરૂદેવનું આગમન જાણું પ્રભાતમાં પિતાની સ્ત્રીઓ અને પરિવાર સહિત સર્વ ધિ સાથે ઉદ્યાનમાં જઈ ગુરુને વંદન કરી ઉપદેશ શ્રવણ કરે છે–ઇન્દ્રિયના વિષયો તરફ વૈરાગ્ય, કષાયોનો ત્યાગ, ગુણેમાં અનુરાગ અને ક્રિયાઓમાં અપ્રમાદભાવ આ ધર્મ લેકમાં મેક્ષસુખ આપનાર છે. એ પ્રમાણે ગુરૂદેવના મુખ કમળમાંથી દેશનારૂપ અમૃત રસને સાંભળી વૈરાગ્ય પામી તે વિચાર