________________
૨૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ દાનથી તેનો મિત્ર થયે. ઘેર આવી પિતા સમક્ષ કહ્યું,
આજે મેં આવા પ્રકારનું સુંદર કાર્ય કર્યું, કે પાણીમાં ડૂબતા શત્રુને પણ પાણીમાંથી બહાર કાઢો. પિતાએ તે સાંભળી ઘણી પ્રશંસા કરી, મહામૂલ્ય રત્ન તેને આપીને કહ્યું કે અપરાધી જી ઉપર કરુણાભાવ, મૃત્યુના મુખમાં પડેલાં છનું રક્ષણ કરવું તે પોપકાર તેમજ આ સુંદર કાર્ય છે. નાના પુત્રે પણ તે મહામૂલ્ય રત્ન વેચીને જે દ્રવ્ય પ્રાપ્ત થયું તેના ત્રણ ભાગ કરી બન્ને ભાઈઓને એક એક ભાગ આપે. પિતા પણ તેની આવી પ્રવૃત્તિ જોઈને ઘણે સંતેષ પામ્યો.
ઉપદેશ –જીને સુખ આપનાર નાનાભાઈનું વૃતાંત સાંભળી અપરાધી માણસ ઉપર પણ હંમેશા દયા કરવી જોઈએ.
શોભન કાર્ય ઉપર ત્રણ ભાઈઓની કથા સમાપ્ત.
–ગુજ૨ કથામાંથી