________________
-
ત્રણ ભાઈઓની કથા
બધા સુંદર કાર્યોમાં છાનું રક્ષણ સર્વશ્રેષ્ઠી છે. અહિં બોધ આપનારું ત્રણે ભાઈઓનું દૃષ્ટાંત જાણવું.
એક નગરમાં એક શ્રીમંત શેઠ વસે છે. તેને ત્રણ છે પુત્ર છે. એક વખત વૃદ્ધાવસ્થામાં તેણે પોતાના દ્રવ્યના ત્રણ ભાગ કરી પુત્રને આપ્યા. તેની પાસે એક મહામૂલ્ય રત્ન હતું તેને પોતાના પુત્રમાં કેણ ધાર્મિક છે? તે જાણવા માટે કહ્યું “જે સારું કાર્ય કરશે તેને આ રત્ન આપીશ.” એ પ્રમાણે સાંભળી મોટા પુત્રે અડસઠ તીર્થની યાત્રા કરી, ત્યાં પિતાનું ધન વાપરીને ઘેર આવ્યો અને પિતાને કહ્યું, “મેં આ સારું કાર્ય કર્યું.' બીજે મધ્યમ પુત્ર ઘરમાં રહીને દીન દુખિયાને અને બ્રાહ્મણને ભેજન આપી તેણે પણ પિતાને કહ્યું, “મેં આ સારું કાર્ય કર્યું.” નાને પુત્ર સારું કાર્ય કર્યું ? તેની તપાસ કરતે એક વખત નગરની હાર ગયો. તે વખતે ત્યાં સરોવરમાં ડૂબતા માણસને જોઈને જલદી ત્યાં ગયો. પાણીમાં પડી તેને બહાર કાઢવા માટે પ્રયાસ કરે છે. આ કેણ છે એમ વિચાર કરી તે પુરુષને સારી રીતે જુએ છે. તેણે જાણ્યું કે આ મારે શત્રુ છે. એ પ્રમાણે જાણીને પણ ડૂબતા તેના રક્ષણ માટે વિચાર કર્યો અને કઠેથી તેને પાણીની બહાર કાઢી તેને આશ્વાસન આપે છે. તે શત્રુ પણ જીવિત