________________
ભાવિની અને કર્મરૂખની કથા-૫૯
૨૩ વહાણમાર્ગે જઈ અનેક દ્વીપમાં વેપાર કરતે ઘણું જ ધન ભેગું કરીને તે પિતાના નગર તરફ આવવા નીકળે. માર્ગમાં વહાણ ભાંગવાથી સમુદ્રની મધ્યમાં પડે, તે વખતે તેનું દીર્ઘ આયુષ્ય હોવાથી, એક મગરમચ્છે તેને ગળે. તે મગરમચ્છ તેને ભાર વહન કરવામાં અસમર્થ થયેલે ધીમે ધીમે સમુદ્ર કિનારે આવ્યો. ત્યાં એક માછીમારે તેને ગ્રહણ કર્યો તેનું પેટ ચીરતા તેનાં મધ્ય ભાગમાંથી તેને નીકળેલ જોઈ તે માછીમાર તેને ગ્રહણ કરી પુણ્યના ભેગથી ભૃગુપુરના રાજાને ભેટમાં આપે છે. તે રાજા પુત્ર વિનાનો હોવાથી તેને પુત્ર તરીકે સ્થાપન કરે છે. અને કેમે કરી કુંડણપુરના રાજાની દીકરી પરણાવે છે.
અહિંયા રિમર્દન રાજા યૌવન વયને પામેલી ભાવિની માટે સ્વયંવર મંડપ રચાવે છે. ત્યાં અનેક રાજાઓ, રાજકુમારો, મંત્રીઓ, મંત્રીઓના પુત્રો, શેઠ, શેઠના પુત્ર વગેરેને આમંત્રણ આપીને બોલાવે છે તે વખતે ભૃગુપુર રાજાને રાજપુત્ર રત્નચંદ્રકુમાર પણ ચતુરંગી સેના સાથે ત્યાં આવી સ્વયંવર મંડપને શોભાવે છે. રાજપુત્રી ભાવિની બધા રાજાના સમુદાયને ઉલ્લંઘન કરી રહિણી જેમ ચંદ્રને વરે તેમ રત્નચંદ્રને વરે છે. રિપુમર્દન રાજ તેઓના વિવાહ લગ્ન કરી, કરમેચન સમયે હાથી ઘડા વગેરે ઘણું દ્રવ્ય આપે છે. પછી તે
જવા માટે રજા આપે છે. તે રત્નચંદ્ર કુમાર ભાવિનીને ગ્રહણ કરી પિતાના નગરમાં આવ્યું. એ પ્રમાણે તે રત્ન