________________
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
બાજુ રૂપેથી રસેલી છે. સ્યાદ્વાદ સિદ્ધાંતના પરમાર્થને જાણતો પુરૂષ ઢાલને ભિન્ન-ભિન્ન અપેક્ષાએ જુદી-જુદી સ્વીકારે છે. બે બાજુ હોવા છતાં કોઈક વ્યક્તિ એક જ બાજુને સાચી માને અને બીજી બાજુને સાચી ન માને તો વ્યવહારમાં પણ વિરોધ-ઝઘડા ઉભા થાય છે. આથી જેમ જુદી જુદી અપેક્ષાએ ઢાલની બે બાજુ સ્વીકારવી જ પડે છે, તેમ એક જ વસ્તુને અનેક બાજુ હોય છે, તે તમામ બાજુઓનો જુદી-જુદી અપેક્ષાએ સ્વીકાર કરવામાં આવે તો જ વસ્તુનો યથાર્થ બોધ થાય છે અને વિરોધ-ઝઘડા ઉભા થતા નથી.
કોઈપણ વસ્તુમાં અનેક સંતો (અંશો-ધર્મો) હોય છે. તેથી જ વસ્તુ અનેકાન્તાત્મક છે !)
જો કે, પદાર્થોને જ અનેકાન્તાત્મકત્વ (અનેકધર્માત્મકતા) પસંદ છે તેમાં બીજી કોઈ વ્યક્તિ શું કરી શકે? જો પદાર્થને અનેકાન્તાત્મક માનવામાં ન આવે, તો જગતનો કોઈ વ્યવહાર ચાલી શકે તેમ નથી. પરમાર્થથી વિચારીએ તો વસ્તુમાં અનેક ધર્મો માનવામાં જે વિરોધ આવે છે, તે વાસ્તવમાં વિરોધ જ નથી, માત્ર વિરોધનો આભાસ છે. પુત્રપણું અને પિતાપણું, આમ જોઈએ તો વિરુદ્ધ લાગે છે. પરંતુ વ્યવહારમાં જોઈ શકીએ છીએ કે, એક જ વ્યક્તિમાં પોતાના પુત્રની અપેક્ષાએ પિતાપણું અને પોતાના પિતાની અપેક્ષાએ પુત્રપણું રહેતું હોય છે. તેથી અપેક્ષાઓના ભેદથી એક જ વ્યક્તિમાં જુદા જુદા ધર્મો રહે તેમાં કોઈ વિરોધ જ નથી. આથી લોકનો સમગ્ર વ્યવહાર અનેકાંત (સ્યાદ્વાદ) સિદ્ધાંત વિના ચાલી શકતો જ નથી.(2) 1. अनेके बहवोऽन्ता अंशा धर्मा वा आत्मनः स्वरुपाणि यस्य तदनेकान्तात्मकम्। किं तत् वस्तु। न्यायावतारवृत्ति पृ.६४ 2. जेण विणा लोगस्स वि ववहारो सव्वहा न निव्वहइ। तस्स भुवणेक्कगुरूणो नमो अणेगंतवायस्स | (સમ્પતિ ત રૂ/૬૨)