________________
प्रथमोऽवसरः શકે તેવી, લોકોમાં પ્રશંસનીય, યશ અને ધર્મનું અનન્ય કારણ આવી પત્ની પુણ્યશાળીઓને નિઃશંકપણે આનંદ કરનારી લક્ષ્મી સ્વરૂપ થાય છે. ૩૪ // स्वपरोपकारनिपुणाः पुरुषार्थपरायणाश्चिरं सुखिनः । जीवन्ति स्पृहणीयं धर्मेण नराः सुधर्माणः ॥ ३५ ॥
જેઓ પોતાની ઉપર અને બીજા ઉપર ઉપકાર કરવામાં નિપુણ છે, પુરુષાર્થમાં પરાયણ છે અને ચિર કાળ સુધી સુખી છે તેઓ સારો ધર્મ કરનારા મનુષ્યો ધર્મથી સ્પૃહણીય જીવન જીવે છે. તે ૩૫ /
| (શાનિન) सत्तारुण्यं तारलावण्यपुण्यं पीयूषं वा नेत्रपात्रप्रपेयं । स्त्रीपुंसानां कामदेवैकधाम प्राज्ञाः प्राहुर्धर्मबीजप्ररोहम् ॥ ३६ ॥
તારા જેવા લાવણ્યથી પવિત્ર, આંખો રૂપી પાત્રોથી પાન કરવા યોગ્ય, અમૃત જેવું, કામદેવના એક ધામ જેવું, સ્ત્રી-પુરુષોનું જે સારું તારુણ્ય છે, તેને વિદ્વાનો ધર્મરૂપી બીજના અંકુરારૂપ કહે છે. જે ૩૬ /
(ાઘરા) [शूराः सूरप्रतापा] [६-२] रिपुबलमखिलं खेलया खण्डयन्ति प्रोद्दण्डैर्मुण्डखण्डैरिह रणधरणीमण्डलं मण्डयन्ति ।