________________
ને નામે ઓળખાય છે. આ ટીકા બધી ટીકાઓ કરતાં ઉપયોગી ગણાય છે કારણ કે તેમાં જૈનધર્મ વિશે જૂની માહિતી ખૂબ મળી આવે છે. પછીની ટીકાઓ દશમા શતકમાં લખવામાં આવેલી; તેમાં શાન્તિસૂરિનો ભાવવિજય અને દેવેન્દ્રગણિની (સન ૧૦૭૩) ટીકા મુખ્ય ગણાય છે. આ બન્ને વ્યક્તિઓ જૈનશાસનના અલંકારરૂપ અને પ્રખર વિદ્વાનો હતા તેથી તેની ટીકાઓમાં ઠેકાણે ઠેકાણે શાસ્ત્રાર્થ અને ખંડનમંડનની ઝલક જોવામાં આવે છે.
ભાષાશાસ્ત્રની દષ્ટિએ તપાસતાં ઉત્તરાધ્યયન સૂત્રની ભાષા ઘણી જ જૂની છે, અને જેનઆગમમાં જે ગ્રંથોમાં સૌથી જૂની ભાષા સંગૃહીત થઇ છે તે પૈકી આ ગ્રંથ પણ એક છે, જૈન શાસનમાં સૌથી જૂની ભાષા આચારાંગ (માં છે, ત્યાર પછી જૂની સૂયગડાંગમાં છે. અને ત્રીજે જ સ્થાને ઉત્તરાધ્યયન સૂત્ર આવે છે, એમ ભાષા શાસ્ત્રીઓ માને છે.
આ પ્રમાણે ઉત્તરાધ્યયનની સમાલોચના પૂળ જીવાથી કરવાનો ઉપરનો પ્રયત્ન છે, વિદ્વાનો તેમાં અલનો જુએ તો ક્ષમા આપે એ જ અભ્યર્થના.
વ્ય. . દવે એમ.એ.બી.ટી.
પી.એચ.ડી. (લંડન) પ્રોફેસર, ગુજરાત કોલેજ, અમદાવાદ
ઉત્તરાધ્યયન [ ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org