________________
મહાવીર સ્વામીએ તેમના છેલ્લા ચોમાસામાં છત્રીસ અણપૂછયા પ્રશ્નોના "ઉત્તર” અર્થાત્ જવાબો આપેલા જે જવાબો આ ગ્રંથના રૂપમાં સંગૃહીત છે. આ માહિતી સત્ય માનવાને આપણી પાસે સબળ પ્રમાણો છે. અને “ઉત્તર’ શબ્દનો અર્થ તેમાં પૂર્તિ કરે છે, જેથી એ મત વધારે વજનદાર ગણવામાં કશો વાંધો જણાતો નથી.
ઉત્તરાધ્યયન સૂત્રની નીચે પ્રમાણે આવૃત્તિઓ સુપ્રસિદ્ધ છેઃ
૧. Charpentierની આવૃત્તિ ઉપોદ્ઘાત, ટીકા, ટિપ્પણ સાથે. (૧૯૨૨). (આ આવૃત્તિ સારામાં સારી છે ).
Achieves d'Eludes Orientales HLMLEMI ACH મણકો.
૨. જૈનપુસ્તકોદ્ધાર માળાના મણકા નં. ૩૩, ૩૬, ૪૧.
૩. ઉત્તરાધ્યયન સૂત્ર, વિજયધર્મસૂરિજીના શિષ્ય મુનિશ્રી જયન્તવિજયજી (આગ્રા, ૧૯૨૩-૨૭, ૩ ભાગમાં).
આ ગ્રંથમાં ખરતરગચ્છના ઉપાધ્યાય કમલાસંયમની ટીકા પણ છે.
૪. અંગ્રેજી ભાષાન્તર, Jacobi, Sacrad Books of the East માળાનો ૪૫મો મણકો.
૫. સિવાય ભાવનગર, લિંબડી વગેરે સ્થાનોમાં પ્રસિદ્ધ થયેલ આવૃત્તિઓ છે.
તે બધાં પૈકી આ ગુજરાતી અનુવાદ સૌથી ઉત્કૃષ્ટ છે. ટિપ્પણ, નોંધ અને વાકયાર્થપ્રધાન ભાષાન્તર પદ્ધતિ એ આ આવૃત્તિની ઉપયોગિતામાં અને મૌલિકતામાં વધારો કરે છે; ભાષાની સરળતા આ આવૃત્તિને લોકભોગ્ય બનાવે છે.
આ ગ્રંથને ૩૬ અધ્યયનો છે, એ પદ્યમાં લખાયેલો છે, અને તેમાં યમનિયમોનું મુખ્યત્વે કરીને નિરૂપણ કરવામાં આવ્યું છે. શિખામણના રૂપમાં સૂત્રાત્મક શિક્ષાવાક્યો, યતિઓને તિતિક્ષા તરફ દોરનાર પ્રેરણાશીલ ભાવભર્યા કથનો, અને જન્મ, ધર્મશિક્ષા, શ્રદ્ધા તથા સંયમરૂપ લાભચતુષ્ટયનો મોક્ષપ્રાપ્તિમાં ઉપયોગ, ખરા સાધુ અને ખોટા સાધુ વચ્ચેનો ભેદ વગેરે વગેરે વિષયો વિશદતાથી નિરૂપ્યા છે. સિવાય નાનાં પણ સુંદર ઉદાહરણો, વિષયને સરળ કરવાને મૂકેલાં
ઉત્તરાધ્યયન 1 ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org